મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત
Raj Thackeray & Uddhav Thackeray Alliance: મહારાષ્ટ્રમાં BMC ની ચૂંટણી પહેલાં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સાથે આવવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરી પ્રશ્ન થઈ રહ્યા છે કે, શું ઠાકરે બંધુ પોતાના મતભેદ ભૂલીને હાથ મિલાવશે? મરાઠી અસ્મિતા અને રાજ્યના હિતોના મુદ્દે રાજ ઠાકરેના તાજેતરના નિવેદને આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ ઠાકરેએ એક્ટર મહેશ માંજરેકરના પૉડકાસ્ટમાં કહ્યું, 'જ્યારે મોટા મુદ્દા સામે હોય છે, તો આપસી ઝઘડા નાના લાગે છે. મહારાષ્ટ્રના અસ્તિત્વ અને મરાઠી માનુષના અસ્તિત્વ માટે આપણી વચ્ચેના ઝઘડા નાના છે. સાથે આવવું અઘરું નથી, બસ તેના માટે ઈચ્છા હોવી જોઈએ અને ફક્ત મારા એકલાની ઈચ્છાનો સવાલ નથી, એકલા મારા સ્વાર્થનો સવાલ નથી. મોટા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.'
આ પણ વાંચોઃ 'સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો...' ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો
સ્વાભિમાન સાથે સમાધાન નહીં થાયઃ સંજય રાઉત
રાજ ઠાકરે અન ઉદ્ધવ ઠાકરેના સાથે આવવાના નિવેદનને લઈને સંજય રાઉતે કહ્યું કે, બંને ભાઈ છે અને તેમનો સંબંધ કાયમ છે. રાજકીય મતભેદ હોય શકે છે. આજની ભાજપ મહારાષ્ટ્રની નંબર વન દુશ્મન છે. જેના કારણે અમિત શાહે પોતાના સ્વાર્થ માટે શિવસેનાને તોડી અને આવા લોકોને ઘરમાં જગ્યા નહીં આપીએ. સત્તા નહીં મળે પણ સ્વાભિમાન રાખીશું. આવા લોકોને ના અમે ઘરમાં જગ્યા આપીશું, ન વાત કરીશું અને ન સાથે પાણી પીશું. આ અમારી અને મહારાષ્ટ્રના સ્વાભિમાનની ભૂમિકા છે. વધુમાં વધુ શું થશે સત્તા નહીં મળે, ભલે ન મળે. અમે સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરીએ. અમારી એક જ માંગ છે કે, તમે તેમના સાથે કોઈ સંબંધ નહીં રાખો તો જરૂર અમે તમારી સાથે વાત કરીશું.'
આ પણ વાંચોઃ યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી
ઉદ્ધવ ઠાકરેએ મૂકી શરત
વધુમાં સંજય રાઉતે કહ્યું કે, 'રાજ ઠાકરેએ પોતાની વાત મૂકી, જેમાં તેમણે કહ્યું કે, જો કોઈ ફરિયાદ હશે તો હું તેને હું નહીં રાખું. હું મહારાષ્ટ્રના હિત માટે તેનું નિરાકરણ લાવીશ. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'આપણાં બે ભાઈઓ વચ્ચે કોઈ દ્વેષ હોય તો તેનું નિરાકરણ કરીશું. પરંતુ, મહારાષ્ટ્ર અને શિવસેનાના દુશ્મનોને તમારા ઘરમાં સ્થાન ન આપો, તેમની સાથે ખાવા-પીવા ન બેસો. જો તમે આ વાતથી સંમત છો તો આપણે ચોક્કસ વાત કરીશું. તમામ મરાઠી લોકો મરાઠી માનુષના હિતમાં એકસાથે આવો પરંતુ એક શરત છે. જ્યારે લોકસભાના સમયે મેં કહ્યું હતું કે, મહારાષ્ટ્રથી ઉદ્યોગ ગુજરાતમાં લઈ જઈ રહ્યા છે, ત્યારે તેનો વિરોધ થતો હોય તો આજે કેન્દ્રમાં આ સરકાર ન હોત. રાજ્યમાં પણ મહારાષ્ટ્રના હિત વિશે વિચાર કરનારી સરકાર હોત. ત્યારે તમે તેમનું સમર્થન કર્યું, હવે વિરોધ, ત્યારબાદ બહાના, આ યોગ્ય નથી. જે પણ મહારાષ્ટ્રના હિતની વિરૂદ્ધમાં હશે તેને હું ઘરે બોલાવીને ખાવાનું નહીં ખવડાવું. પહેલાં એવું કરો મહારાષ્ટ્રના હિતની વાત કરો.'