Get The App

મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક: હવે આ પક્ષ પણ મહાયુતિમાં જોડાઈ શકે! NDAના મંત્રીનો વિરોધ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક: હવે આ પક્ષ પણ મહાયુતિમાં જોડાઈ શકે! NDAના મંત્રીનો વિરોધ 1 - image


Maharashtra Politics: રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી. એમએનએસના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે માહિમ બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા. આ હાર પછી રાજ ઠાકરેની રાજકીય પ્રાસંગિકતા પર ઊભા થઈ રહેલા સવાલો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સંકેત આપ્યો કે એમએનએસને શાસક મહાગઠબંધન (ભાજપ,શિવસેના (શિંદે જૂથ), એનસીપી(અજિત પવાર જૂથ) )માં સામેલ કરી શકાય છે. રાજ્યના રાજકીય વર્તુળોમાં એવી અટકળો પણ ચાલી રહી છે કે ફડણવીસ કેબિનેટમાં એમએનએસને પણ પ્રતિનિધિત્વ મળી શકે છે, પરંતુ આ મામલે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે નારાજ જોવા મળી રહ્યા છે.

'શાસક મહાગઠબંધનને એમએનએસની જરૂર નથી'

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ નાસિકમાં જણાવ્યું હતું કે, 'એમએનએસના વડા રાજ ઠાકરેએ પ્રાસંગિકતા ગુમાવી દીધી છે અને શાસક મહાગઠબંધનને તેમની જરૂર નથી.' 

રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા(A)ના વડા રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, 'રાજ ઠાકરેને લાગ્યું કે તેમના વિના સત્તા મળી શકે નહીં. તેમના સપના ચકનાચૂર થઈ ગયા છે. રાજ ઠાકરે માટે કોઈ સ્થાન નથી કારણ કે તેઓ મારા ગઠબંધનમાં છે. તે પોતાની રણનીતિ અને પાર્ટીના ઝંડાનો રંગ બદલતા રહે છે. આ તેની ઘટતી જતી સુસંગતતા દર્શાવે છે.' તેમના આ નિવેદન પરથી લાગે છે કે તેઓ મહાગઠબંધનમાં રાજ ઠાકરેને સામેલ કરવાના પક્ષમાં નથી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી એક દાયકા કરતાં વધુ સમયથી ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)નો ભાગ છે.

ભાજપને એમએનએસની જરૂર કેમ છે?

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજ ઠાકરે સાથે સારા સંબંધો છે અને તેઓ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે. વાસ્તવમાં ભાજપે શિવસેના(ઉદ્ધવ જૂથ)ને નબળી પાડી છે, પરંતુ જ્યાં સુધી તેઓ BMCનો કિલ્લો ધરાવે છે ત્યાં સુધી તેઓ સંપૂર્ણપણે હારેલા ન માની શકાય. શિવસેના (ઉદ્ધવ જૂથ) લગભગ 25 વર્ષથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉકોર્પોરેશન(BMC) પર નિયંત્રણ ધરાવે છે. બીએમસીની બે મહિના પછી ચૂંટણી યોજાવાની છે. ભાજપને ત્યાં ઉદ્ધવને હરાવવા માટે રાજ ઠાકરેની જરૂર છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક: હવે આ પક્ષ પણ મહાયુતિમાં જોડાઈ શકે! NDAના મંત્રીનો વિરોધ 2 - image


Google NewsGoogle News