‘બાલાસાહેબને પણ ભારત રત્ન આપવો જોઈએ’ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારને માંગ કરી
કેન્દ્ર સરકારે આવી ઉદારતા દાખવી બાલાસાહેબ ઠાકરેને પણ ભારત રત્નથી સન્માનીત કરવા જોઈએ : રાજ ઠાકરે
Bharat Ratna Award : કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર એસ.સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કર્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray)ની પ્રતિક્રિયા આવી છે. તેમણે કેન્દ્ર સરકારને બાલાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray)ને એવોર્ડ આપવાની માંગ કરી છે.
રાજ ઠાકરેએ શું કહ્યું?
રાજ ઠાકરેએ કહ્યું કે, ‘કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની સરકારે પી.વી.નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને પ્રવણ મુખર્જીને ભારત રત્ન આપી રાજકીય ઉદારતા દર્શાવી છે. ત્યારે આવી ઉદારતા દર્શાવી બાલાસાહેબ ઠાકરેને પણ ભારત રત્નથી સન્માનીત કરવા જોઈએ. આપણા દેશના એક મુખ્ય કાર્ટૂનિસ્ટ અને દેશભરના તમામ હિંદુઓમાં ગૌરવની જ્યોત જગાડનાર અદ્વિતીય નેતા આ સન્માનના હક્કદાર છે. આ મારા અને મારા જેવા અન્ય લોકો માટે ખુશીની ક્ષણ હશે, જેમને બાલાસાહેબના વિચાર વિરાસતમાં મળ્યા છે.
Former Prime Minister P. V. Narasimha Rao, Chaudhary Charan Singh, and S. Swaminathan, father of the Indian Green Revolution, were posthumously awarded Bharat Ratna. S. Swaminathan passed away just a few months ago. A scientist who achieved so much should have received this… pic.twitter.com/5lTR5H69wR
— Raj Thackeray (@RajThackeray) February 9, 2024
પીએમ મોદીએ ટ્વિટ કરીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ આજે ટ્વિટ કરીને ત્રણેય મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘અમારી સરકારે રાષ્ટ્રના નિર્માણને ગતિ આપવા દલ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ (Chaudhary Charan Singh)ને, ભારતને આર્થિક રીતે આગળ વધારવા બદલ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ (PV Narasimha Rao)ને અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ એસ.સ્વામીનાથન (S.Swaminathan)ને ભારત રત્નથી સન્માનીત કરવાનો નિર્ણય લીધો છે.’