ભત્રીજા આદિત્યને હરાવવા માટે રાજ ઠાકરેએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, CM શિંદેએ પણ આપ્યો સાથ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
ભત્રીજા આદિત્યને હરાવવા માટે રાજ ઠાકરેએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, CM શિંદેએ પણ આપ્યો સાથ 1 - image


Maharashtra Assembly Election 2024 : આ વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સહિત તમામ પક્ષો ‘માસ્ટર પ્લાન’ બનાવવામાં લાગી ગયા છે. ચૂંટણીમાં સૌથી મોટી ચોંકાવનારી ચર્ચાએ છે કે, રાજ ઠાકરેએ વલ્લી બેઠક પર ભત્રીજા આદિત્ય ઠાકરેને ઘેરવાની તૈયારીમાં લાગી ગયા છે. એવું એટલા માટે કે, તેઓ આ બેઠક પર ઘણા દિવસથી સક્રિય ભૂમિકા નિભાવી છે. આ ઉપરાંત તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે પણ મુલાકાત કરી છે.

ભત્રીજા આદિત્યને હરાવવા માટે રાજ ઠાકરેએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, CM શિંદેએ પણ આપ્યો સાથ 2 - image

આદિત્યના વિસ્તારમાં રાજ ઠાકરેની પાર્ટી સક્રિય ભૂમિકામાં

વરલી બેઠકની વાત કરીએ તો, આદિત્ય ઠાકરે (Aditya Thackeray)એ વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર મેદાનમાં આવ્યા હતા અને તેમણે આ બેઠક પર 67,427 મતોના અંતરથી જીત્યા હતા. ચૂંટણીના મેદાનમાં આવતાની સાથે જ મોટા માર્જીનથી જીતનાર આદિત્ય ઠાકરે પરિવારના પહેલા વ્યક્તિ બન્યા હતા. જોકે આ બેઠક પર લોકસભા ચૂંટણી-2024માં ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના ઉમેદવાર અરવિંદ સાવંતે (Arvind Sawant) માત્ર 6715 મતોના માર્જીનથી જીત મેળવી હતી. તો હવે લોકસભામાં આ બેઠક પર શિવસેના યુબીટીની લીડ ઘટવાની સ્થિતિ મનસેના ધ્યાને આવી છે અને પાર્ટી વરલીથી પોતાનો ઉમેદવાર ઉતારવાના મૂડમાં છે. આ બેઠક પર મનસેના સંદીપ દેશપાંડે (Sandeep Deshpande) લડી શકે છે, કારણ કે, તેઓ ઘણા સમયથી આ વિસ્તારમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે.

ભત્રીજા આદિત્યને હરાવવા માટે રાજ ઠાકરેએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, CM શિંદેએ પણ આપ્યો સાથ 3 - image

રાજ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત

એકતરફ દેશપાંડે સક્રિય થઈ ગયા છે, તો બીજી તરફ રાજ ઠાકરે (Raj Thackeray)એ આ વિસ્તારના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) સાથે મુલાકાત કરી છે. મુંબઈ દક્ષિણ લોકસભા મતવિસ્તારમાં હેઠળ આવતી વરલી વિધાનસભા મતવિસ્તાર આમ તો શિવસેના યુબીટીનું વર્ચસ્વ છે, જોકે હવે મનસેના (MSN) પણ વર્ચસ્વ વધારવાના પ્રયાસો કરી રહી છે. આ વિસ્તાર બહુમાળી ઇમારતો અને સમૃદ્ધ વ્યવસાયિક સંસ્થાઓનું કેન્દ્ર છે, જોકે આ વિસ્તારમાં પોલીસ કોલોની અને BDD ચાલી જેવી ઘણી જર્જરિત ઝૂંપડપટ્ટીઓ પણ આવેલી છે, જેઓ વિકાસની પણ રાહ જોઈ રહ્યા છે. આ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીના વિકાસની ઘણી યોજનાઓ અટકી પડી છે. જેને ધ્યાને રાખી રાજ ઠાકરે એકનાથ શિંદેને મળ્યા હતા અને વરલી સંબંધિત સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. તેથી રાજ ઠાકરેની મુલાકાત અને રજૂઆતને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહી છે.

ભત્રીજા આદિત્યને હરાવવા માટે રાજ ઠાકરેએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, CM શિંદેએ પણ આપ્યો સાથ 4 - image

રાજ ઠાકરેની રજૂઆતને શિંદેએ આપ્યો સાથ

રાજ ઠાકરની શિંદે સાથે મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું કે, બેઠક બાદ શિંદેએ વરલીની સમસ્યાઓને પ્રાથમિકતા આપવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત મનસેના નેતા દેશપાંડે વરલીની સમસ્યાઓને દૂર કરવા માટે ત્યાંના રહેવાસીઓના પણ સતત સંપર્કમાં છે. મનસેએ વર્ષ 2019ની ચૂંટણીમાં વરલીમાં ઉમેદવાર ઉતાર્યો નહતો, કારણ કે શિવસેના યુબીટીના પ્રમુખ તેમજ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અહીંથી પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા હતા.

આ પણ વાંચો : ભજન પર નાચતા-નાચતા ઢળી પડ્યા શિક્ષક, 10 મિનિટ CPR અપાયો પણ ન બચ્યો જીવ

આ પણ વાંચો : સેલ્ફી લેવાની લ્હાયમાં 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી યુવતી, જાણો કેવી રીતે જીવ બચાવાયો


Google NewsGoogle News