છત્તીસગઢના બીજાપુરમાં સાત નક્સલીને ઠાર કરાયા, સર્ચ ઓપરેશન ચાલુ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
છત્તીસગઢના બીજાપુરમાં સાત નક્સલીને ઠાર કરાયા, સર્ચ ઓપરેશન ચાલુ 1 - image


Chhattisgarh Naxalites Encounter: છત્તીસગઢના નારાયણપુર-બીજાપુર અંતર-જિલ્લા સરહદ પાસે ગુરુવારે જંગલોમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જિલ્લાના નારાયણપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.

આ અંગે નારાયણપુરના પોલીસ અધિક્ષક પ્રભાત કુમારે જણાવ્યું કે, અથડામણ સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે સુરક્ષાકર્મીઓની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં નીકળી ત્યારે ત્યાં થોડી-થોડીવારે ગોળીબાર થવા લાગ્યો હતો.

ઈનપુટના આધારે ઓપરેસન કરાયું: એસપી

એસપી પ્રભાત કુમારે માહિતી આપતાં જણાવ્યું કે, "ફાયરિંગમાં અત્યાર સુધીમાં માઓવાદી વર્દી પહેરેલા સાત નક્સલવાદીઓ માર્યા ગયા છે. તેમજ "આ ઓપરેશનમાં દંતેવાડા, નારાયણપુર અને બસ્તર જિલ્લાના જિલ્લા રિઝર્વ ગાર્ડ, બસ્તર ફાઇટર્સ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથે છત્તીસગઢ પોલીસની દરેક ટીમો સામેલ હતી. ઇનપુટ્સના આધારે માઓવાદીઓની ઈન્દ્રાવતી કમિટીના પ્લાટૂન નંબર 16ના કેડરોની હાજરી વિશે માહિતી મળી હતી."

આ વર્ષે 122 નક્સલવાદીઓને ઠાર કરાયા

વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, એન્કાઉન્ટર સ્થળ પરથી કુલ સાત હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ હજુ પણ ઓપરેશન ચાલુ છે અને હજુ વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે. આ ઘટના સાથે આ વર્ષે છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 112 નક્સલવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે.

કાંકેરમાં 29 નક્સલવાદીઓને ઠાર કરાયા

આ અગાઉ કાંકેર જિલ્લામાં ડીઆરજી અને બીએસએફની સંયુક્ત પાર્ટી અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જ્યા પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે 25 લાખનું ઈનામ ધરાવતો નક્સલવાદી કમાન્ડર શંકર રાવ પણ હુમલામાં માર્યો ગયો હતો.



Google NewsGoogle News