ભારે વરસાદથી દેશની રાજધાની પણ થંભી, માર્ગો-અંડરપાસ જળમગ્ન, અનેક જગ્યાએ ચક્કાજામ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ભારે વરસાદથી દેશની રાજધાની પણ થંભી, માર્ગો-અંડરપાસ જળમગ્ન, અનેક જગ્યાએ ચક્કાજામ 1 - image

Representative Image 


  

Delhi NCR Weather and Rain Updates | દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીં નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગ્રેટર નોઈડા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદને પગલે માર્ગો અને અંડરપાસ જળમગ્ન થઇ ગયા છે. એટલા માટે જ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

31 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન સર્જાયું હોવાથી 29 ઓગસ્ટ દિલ્હી, બિહાર, યુપી, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડ સહિત મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે દિલ્હીમાં હવામાન વિભાગે 31 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

પાણી ભરાવાને કારણે અનેક જગ્યાએ જામ

પાણી ભરાવાના કારણે સવારના સમયે કામકાજ કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેરૌલીથી બદરપુર રોડ અને સફદરગંજ એન્ક્લેવ સુધીના રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયા છે. દિલ્હીમાં સવારે 5.30 વાગ્યા સુધી સફદરજંગ વિસ્તારમાં 7 સેમી અને પાલમમાં 5 સેમી વરસાદ નોંધાયો હતો. 


Google NewsGoogle News