Get The App

દક્ષિણ ફિલિપાઈન્સમાં વરસાદ-પૂર-ભૂસ્ખલનથી વિનાશ, ત્રણ બસો જમીનદોસ્ત, સાત મોત, 48 લાપતા

સોનાની ખાણ પાસે ત્રણ બસ ઉપરાંત એક જીપ પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવી

મૈકોના પાંચ ગામ ખાલી કરવા આદેશ, વિવિધ ઘટનામાં 31 લોકો ઈજાગ્રસ્ત

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
દક્ષિણ ફિલિપાઈન્સમાં વરસાદ-પૂર-ભૂસ્ખલનથી વિનાશ, ત્રણ બસો જમીનદોસ્ત, સાત મોત, 48 લાપતા 1 - image

Landslide in southern Philippines : દક્ષિણી ફિલિપાઈન્સમાં ભારે વરસાદ અને પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બનવા પામી છે. એક સોનાની ખાણ પાસે ભૂસ્ખલન થતા ત્રણ બસો જમીનદોસ્ત થઈ ગઈ છે, જેમાં પાંચ લોકોના મોત અને 48 લોકો લાપતા થયા છે. તો વિવિધ ઘટનાઓમાં 31 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ડિઝાસ્ટર અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. હાલ ખાણ પાસે પુરજોશમાં કામગીરી ચાલી રહી છે, પરંતુ મોબાઈલ સિગ્નલમાં ખામી આવવાના કારણે બચાવકાર્યમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે. 

દક્ષિણ ફિલિપાઈન્સમાં વરસાદ-પૂર-ભૂસ્ખલનથી વિનાશ, ત્રણ બસો જમીનદોસ્ત, સાત મોત, 48 લાપતા 2 - image

સોનાની ખાણ બહાર ભૂસ્ખલન, બે બસો જમીનદોસ્ત

માઇનિંગ ઓપરેટર એપેક્સ માઈનિંગે નિવેદનમાં જણાવ્યું છે કે, મંગળવારે રાત્રે દાવાઓ ડી ઓરો પ્રાંતના મૈકો શહેરમાં એક સોનાની ખાણની બહાર ભૂસ્ખલન થયું હતું, જ્યાં બસો કર્મચારીઓને લઈ જઈ રહી હતી. આ ત્રણે બસો 60 સીટર છે. આ ઉપરાંત 36 વ્યક્તિની ક્ષમતા ધરાવતી એક જીપ પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવી છે. મળતા અહેવાલો મુજબ ખાણ પાસે પાંચ લોકોના મોત થયા છે, ત્યારે 48 ગુમ થયા છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે, વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 31 લોકોને ઈજા થઈ છે.

દક્ષિણ ફિલિપાઈન્સમાં વરસાદ-પૂર-ભૂસ્ખલનથી વિનાશ, ત્રણ બસો જમીનદોસ્ત, સાત મોત, 48 લાપતા 3 - image

પાંચ ગામોને ખાલી કરવાનો આદેશ અપાયો

મૈકો શહેરની ડિઝાસ્ટર એજન્સીએ બુધવારે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે, જેમાં એકની સ્થિતિ ગંભીર છે. એજન્સીએ મિંડાનાઓ ટાપુ પર આવેલ મૈકો શહેરના પાંચ ગામોને ખાલી કરવાનો આદેશ જારી કર્યો છે. નેશનલ ડિઝાસ્ટર એજન્સીના આંકડા મુજબ, પૂર્વોત્તર ચોમાસા અને નીચા દબાણના કારણે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ મિંડાનાઓ ક્ષેત્રમાં ભારે વરસાદ થયો, જેના પરિણામે આ વિસ્તારમાં ઘાતક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ગયા અઠવાડિયે પણ ભૂસ્ખલન અને પૂરના કારણે ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા, એમ રાષ્ટ્રીય આપત્તિ એજન્સીએ જણાવ્યું હતું.


Google NewsGoogle News