દિવાળી પહેલા રાહતના સમાચાર, રેલવે પરત આપશે કંપની-એજન્સીઓના સીઝ કરેલા રૂપિયા, મંત્રાલયે આપ્યો આદેશ
નાણા મંત્રાલયે કોરોના સમયગાળા દરમિયાન સમયસર કામ પૂર્ણ ન કરનારાઓને ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત ન કરવા કહ્યું
Railway Return Seized Amount : રેલવે તરફથી દિવાળી પહેલા એક રાહતના સમાચાર મળી રહ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા કોરોના સમયમાં કંપની, કોન્ટ્રાક્ટર કે એજન્સીની સીઝ થયેલ રકમની ચુકવણી માટે કામગીરી શરુ થઈ ચૂકી છે. નાણા મંત્રાલયે કોરોના સમયગાળા દરમિયાન સમયસર કામ પૂર્ણ ન કરનારાઓને ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કરવાના નિર્ણયને ખોટું ગણાવ્યું.
શું છે મામલો ?
કોરોના દરમિયાન સંપૂર્ણ લોકડાઉન હોવાથી કામગીરીમાં વિલંબ થયો અને આ સમયગાળામાં બધી પ્રકારની કામગીરી ઠપ થઇ ગઈ હતી. જેના કારણે તમામ વિભાગોએ શરતોના આધારે સમયસર કામ પૂર્ણ ન કરવા બદલ ટેન્ડર રદ કર્યા હતા અને સંબંધિત કંપની, એજન્સી અને કોન્ટ્રાક્ટરની સિક્યોરિટી રકમ જપ્ત કરી હતી.
મંત્રાલયે આપ્યો આદેશ
કોરોના મહામારીમાં કેટલાય ઘંઘાઓ બંધ થયા જેના કારણે તે જરૂરી ફી જમા કરાવી શક્યા ન હતા. સરકારી વિભાગો દ્વારા આવા મામલે પણ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરી લીધી હતી. આ મામલાનો વિરોધ થતા કેન્દ્ર સરકારે નાણાં મંત્રાલયને તેના પર વિચાર કરવા જણાવ્યું હતું. જેથી હવે આ મામલે નાણાં મંત્રાલયે જપ્ત કરેલી રકમને પરત કરવાનો નિર્ણય લીધો છે. સિનીયર DCM સુધીર સિંહે દ્વારા જાણવામાં આવ્યું કે, કોરોના સમયે જપ્ત કરાયેલી રકમમાંથી પાંચ ટકા બાદ કર્યા બાદ 95 ટકા પરત કરવામાં આવશે.