Get The App

રામમંદિરે જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, જાન્યુઆરીથી 1000 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે...

ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ મંદિર લોકો માટે ખુલ્લુ રહેશે

રેલવે વધુમાં વધુ રામ ભક્તો અયોધ્યા પહોંચી શકે તે માટેનું આયોજન કરી રહી છે

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
રામમંદિરે જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, જાન્યુઆરીથી 1000 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે... 1 - image


Ram Mandir inauguration : અયોધ્યમાં 2024ની જાન્યુઆરીમાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે રામ ભક્તો માટે એક સારા સામાચાર આવ્યા છે જેમાં ભારતીય રેલવેએ ભક્તો માટે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી 1000થી વધુ સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા માટે દોડાવવાની યોજના બનાવી રહ્યું છે. 

દેશના અનેક શહેરોમાંથી સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા માટે દોડાવવામાં આવશે

દેશના કરોડો હિંદુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિરનું 22મી જાન્યુઆરી 2024માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે રામ ભક્તોમાં આ ઉદ્ઘાટનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય રેલવે પણ વધુમાં વધુ રામ ભક્તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ધાટનમાં પહોંચી શકે તે માટેનું આયોજન કરી રહી છે અને તેના માટે રેલવે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, પુણે, નાગપુર, લખનઉ, જમ્મુ સહિતના મોટા શહેરોમાંથી અયોધ્યા માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં માટે યોજના બનાવી રહી છે. આ ટ્રેનોનું સંચાલન 19મી જાન્યુઆરીથી શરુ થશે અને રામ મંદિરના ઉદ્ધાટન પછી પણ 100 સુધી ચાલુ રહેશે. 

રેલવેનો કેટરિંગ અને ટિકિટ વિભાગ પણ ચોવીસ કલાક કાર્યરત રહેશે

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભક્તોની ભીડને ધ્યાને રાખીને રેલવે વધુને વધુ ટ્રેનો અયોધ્યા માટે દોડાવશે. મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને જ અયોધ્યા સ્ટેશનને પણ નવુ રુપ કરવામાં છે. આ સ્પેશ્યલ ટ્રેન સિવાય રેલવેનો કેટરિંગ અને ટિકિટ વિભાગ પણ ઉદ્ધાટનના 10-15 દિવસ દરમિયાન ચોવીસ કલાક શ્રદ્ધાળુઓની સેવા માટે કાર્યરત રહેવાની વ્યવસ્થા કરી રહ્યો છે. અધિકારીઓ ફૂડ સ્ટોલની પણ યોજના બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ 23મી જાન્યુઆરીથી મંદિર લોકો માટે ખુલ્લુ રહેશે.

રામમંદિરે જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, જાન્યુઆરીથી 1000 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે... 2 - image


Google NewsGoogle News