Get The App

ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે રેલવેનો માસ્ટર પ્લાન, જનરલ અને નોન AC કોચ પર રેલવે મંત્રીનો મોટો દાવો

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે રેલવેનો માસ્ટર પ્લાન, જનરલ અને નોન AC કોચ પર રેલવે મંત્રીનો મોટો દાવો 1 - image


Image: Twitter

Indian Railways: હાલમાં ભારતીય રેલવે પર આરોપ લાગી રહ્યો છે કે તે ટ્રેનોમાં એસી કોચનો વધુ ઉપયોગ કરી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ આરોપ પર સ્પષ્ટતા આપતા કહ્યું કે, દરેક 22 ડબ્બા વાળી ટ્રેનોમાં 12 નોન એસી જનરલ અને સ્લીપર કોચ લગાવવામાં આવી રહ્યા છે. ભારતીય રેલવે પાસે હાલમાં જેટલા કોચ છે તેમાં બે તૃતીયાંશ ડબ્બા નોન એસી અને એક તૃતીયાંશ એસી કોચ છે. આ ઉપરાંત ભારતીય રેલવે આ વર્ષે 10,000 નોન એસી ડબ્બા તૈયાર કરી રહ્યું છે.

નોન AC કોચનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં સાંસદ હારીસ બીરનના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ભારતીય રેલવે વધુમાં વધુ સંખ્યામાં નોન એસી કોચનો ઉપયોગ કરી રહ્યું છે. હારીસ બીરને રેલવે મંત્રીને સવાલ કર્યો હતો કે ટ્રેનોમાં હદથી વધારે ભીડ થઈ રહી છે. આ પડકારનો સામનો કરવા માટે સરકાર શું પગલાં ભરી રહી છે? આ સાથે જ શું નોન એસી ટ્રેનોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે? હાલમાં ટ્રેનોમાં ભારે ભીડ અને રિઝર્વેશન વાળા ડબ્બામાં રિઝર્વેશન વિનાના પેસેન્જરોનું ઘૂસી જવું એ સામાન્ય બાબત બની ચૂકી છે.

વંદે ભારત સાથે અમૃત ભારત એક્સપ્રેસ પણ ચાલી

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વર્ષ 2019થી લઈને 2024 વચ્ચે કોરોના મહામારીના કારણે પેસેન્જર ટ્રાફિકમાં મોટો ફેરફાર આવ્યો છે. ભારતીય રેલવે યાત્રીઓની જરૂરિયાતો પ્રમાણે અલગ અલગ પ્રકારની ટ્રેન ચલાવી રહી છે. અમે વંદે ભારત એક્સપ્રેસની સાથે સાથે અમૃત ભારત એક્સપ્રેસ પણ ચલાવી છે.  અમૃત ભારત નોન એસી ટ્રેન છે. રેલવે તેના દ્વારા હાઇ ક્વોલિટી સર્વિસ યાત્રીઓને ઉપલબ્ધ કરાવી છે.

સ્પેશિયલ ટ્રેન ચલાવી ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી છે

રેલવે મંત્રીએ કહ્યું કે રેલવે દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે તહેવાર રજા અને પીક સિઝન દરમિયાન માગ વધવા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે.  આ ઉપરાંત ટ્રેનોની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. ભારતીય રેલવે હાલમાં લગભગ 10,000 નોન એસી જનરલ ક્લાસ અને સ્લીપર ક્લાસ કોચ તૈયાર કરી રહ્યું છે.


Google NewsGoogle News