ભારતની આ સૌથી લાંબી ટ્રેન, લાગે છે 6 એન્જીન, 295 ડબ્બા, બીજા છેડા સુધી પહોચતા લાગે 1 કલાકનો સમય
આરામદાયક મુસાફરી માટે બેસ્ટ માધ્યમ ટ્રેન સિવાય બીજુ કોઈ નહી હોય
ટ્રેનમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખીને કોચ નક્કી કરવામાં આવે છે.
Image Envato |
નવી દિલ્હી, તા. 8 જુલાઈ 2023, શનિવાર
તમને 6 એન્જિનવાળી ટ્રેન વિશે વાત કરીએ તો કદાચ તમને પહેલા તો વિશ્વાસ નહીં આવે. તમે ખુદ વિચારતા હશો કે વળી આવી કોઈ ટ્રેવન હોતી હશે. પરંતુ તમને જણાવી દઈએ કે હજારો, લાખો લોકો રોજ ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ હોય છે એટલે સામન્ય રીતે ટ્રેનની લંબાઈ ઘણી વધારે હોય છે. પરંતુ કેટલીક ટ્રેનો એવી હોય છે કે તેને ખેંચવા માટે ઘણા એન્જિન લગાવવાની જરૂર પડતી હોય છે. ભારતની સૌથી લાંબી ટ્રેન કઈ છે તે મુદ્દે તમે ક્યારેય વિચાર્યુ છે....
ભારતની સૌથી લાંબી ટ્રેનનું નામ સુપર વાસુકી
આ ટ્રેન વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. સુપર વાસુકી ટ્રેનને ભારતની સૌથી લાંબી ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ટ્રેનની રસપ્રદ વાત એ છે કે તેને સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ પર શરૂ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ ટ્રેન લગભગ 3.5 કિલોમીટર લાંબી છે. જો તમે આ ટ્રેનના ડબ્બાને ગણવા બેસો તો ઓછામાં ઓછો એક કલાક લાગશે.આ ટ્રેનમાં 20 કે 30 ડબ્બા નહી પરંતુ 295 કોચ છે. જેની સાથે તે લઈ જાય છે.
માલગાડી છે ટ્રેન સુપર વાસુકી છે
સુપર વાસુકી ભારતીય રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી સૌથી લાંબી માલગાડી ટ્રેન છે. આ કુલ 27,000 ટન કોલસાનો ભાર વહન કરીને છત્તીસગઢના કોરબાથી રવાના થાય છે અને નાગપુરના રાજનાંદગાંવ સુધી દોડે છે. આટલું અંતર કાપવામાં તેને આશરે 11.20 કલાકનો સમય લાગે છે.
હાલની ટ્રેનોની સરખામણીએ ક્ષમતા ત્રણ ગણી છે
આમ જોવા જઈએ તો હાલની ટ્રેનોની ક્ષમતા કરતા તેની ત્રણ ગણો વધારે ક્ષમતા ધરાવે છે. આ ટ્રેન એક જ મુસાફરીમાં લગભગ 9,000 ટન કોલસો ભરીને લઈ જાય છે. સુપર વાસુકીને માલગાડી ટ્રેન બનાવવા માટે તેમાં પાંચ માલગાડી ટ્રેનોના રેકને એકસાથે જોડવામાં આવી છે. સમજો કે આ ટ્રેન દ્વારા વહન કરવામાં આવેલ કુલ કોલસો 3,000 મેગાવોટ પાવર પ્લાન્ટને આખા દિવસ માટે ચાલુ કરવા માટે પૂરતો છે.