વિનેશ ફોગાટના રાજકીય કરિયર પર લાગશે 'બ્રેક'? રેલવેએ ફટકારી નોટિસ, જાણો શું છે નિયમ
Haryana Assembly Election 2024 : મહિલા કુસ્તીબાજ અને કોંગ્રેસ નેતા વિનેશ ફોગાટની રાજકીય કરિયર શરૂ થાય તે પહેલા જ ખતમ થઈ શકે છે. ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતરે તે પહેલા જ મોટો ટ્વિસ્ટ આવ્યો છે. મળતા અહેવાલો મુજબ રેલવેએ વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની રાજીનામું હજુ સુધી સ્વિકાર્યું નથી, ત્યારે રેલવેએ બંને કુસ્તીબાજોને કારણદર્શન નોટિસ ફટકારી છે.
તેઓ હજુ પણ રેલવેના રેકોર્ડ પર સરકારી કર્મચારી
ચૂંટણી પંચના નિયમો મુજબ, રેલ્વે ફોગટનું રાજીનામું સ્વીકારી લે અને તેને એનઓસી આપે, પછી જ તેઓ ચૂંટણી લડી શકશે. ઉત્તર રેલવેનું કહેવું છે કે, કારણ બતાવો નોટિસ સર્વિસ મેન્યુઅલનો એક ભાગ છે, કારણ કે રેલવેના રેકોર્ડમાં તેઓ હજુ પણ સરકારી કર્મચારી છે.
નોટિસનો સમયગાળો ત્રણ મહિનાનો રહેશે
રેલવે તેમના રાજીનામાનું કારણ જાણવા માંગે છે. રેલ્વેના નિયમો મુજબ, રેલ્વે કર્મચારીએ રાજીનામું આપ્યા પછી ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ આપવો જરૂરી છે. તેથી પુનિયા અને ફોગાટ દ્વારા રાજીનામું મોકલ્યા બાદ, બંનેને કારણ બતાવો નોટિસ પાઠવાઈ છે.
સરકારી કર્મચારી તરીકે કાર્યરત વ્યક્તિ રાજકીય પાર્ટીમાં ન જોઈ શકે
રેલવે ફોગાટ અને પૂનિયાનો જવાબ મળ્યા બાદ બંનેને કાર્યમુક્ત કરી શકે છે. રેલવે રાજીનામાના નિયમોમાં રાહત આપવાનો પણ નિર્ણય કરી શકે છે. નિયમ મુજબ કોઈપણ સરકારી કર્મચારી તરીકે કાર્યરત હોય, તો તે રાજકીય પાર્ટીમાં જોડાઈ શકતો નથી.
ફોગાટ-પૂનિયા કોંગ્રેસ થયા સામેલ
ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા શુક્રવારે કોંગ્રેસમાં જોડાતા હવે હરિયાણા વિધાનસભા ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે. બંને કુસ્તીબાજોએ શુક્રવારે કોંગ્રેસને ખેસ ધારણ કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગ અને અન્ય ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને કુસ્તીબાજોએ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી અને પછી તેમણે પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.