Get The App

IRCTCએ લૉન્ચ કર્યું પુરી, કોણાર્કની તીર્થ યાત્રાનું કિફાયતી ટુર પેકેજ! જાણો ભાડું અને અન્ય વિગતો

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
IRCTCએ લૉન્ચ કર્યું પુરી, કોણાર્કની તીર્થ યાત્રાનું કિફાયતી ટુર પેકેજ! જાણો ભાડું અને અન્ય વિગતો 1 - image


Indian Railways Tour :  પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા દેશ -વિદેશમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટૂર પેકેજ લોન્ચ કરતું રહે છે. હાલમાં ફરી IRCTCએ ઓડિશાનો પ્રવાસ કરવા માટે સસ્તી ટ્રેન ટૂર પેકેજ શરૂ કર્યો છે. આ ટૂર પેકેજ હેઠળ પ્રવાસીઓ ચિલ્કા, કોણાર્ક અને પુરીની મુલાકાત કરી શકશે. આ પેકેજ બુક કરવા માટે પ્રવાસીઓએ 19,690 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે.

IRCTCએ આ પેકેજ વિશેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. આ પેકેજની શરુઆત હાવડા રેલવે સ્ટેશનથી થશે અને આ સાથે પેકેજમાં મુસાફરોને આવવા-જવાની રેલ મુસાફરી, રહેવા તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. IRCTCના આ 3 રાત અને 4 દિવસના ટૂર પેકેજ દ્વારા પ્રવાસીઓ પુરીના વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિર અને કોણાર્કમાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિરની મુલાકાત લઈ શકે છે.

ટૂર પેકેજની ખાસ વિશેષતાઓ

પેકેજનું નામ - Puri Jagannath Dham Yatra-Confirmed Ticket-Vande Bharat (EHR128)

યાત્રામાં સમાવેશ  - ચિલ્કા, કોણાર્ક અને પુરી

પ્રવાસના દિવસ  - 3 રાત અને 4 દિવસ

પ્રસ્થાન તારીખ  - દર શનિવારે

ભોજન પ્લાન - નાસ્તો

તમે આ લિંક પરથી પેકેજ વિશે વધુ માહિતી મેળવી શકો છો

https://www.irctctourism.com/pacakage_description?packageCode=EHR128

કેવી રીતે કરશો બુક

આ ટુર પેકેજ માટે મુસાફરો IRCTC વેબસાઇટ www.irctctourism.com પર જઈને આ ટૂર પેકેજનું બુકિંગ કરી શકશે. બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પેકેજ સંબંધિત માહિતી માટે આ નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો. તેના માટે8595904074/8100829002 પર સંપર્ક કરી શકશો. 


Google NewsGoogle News