રેલવે મંત્રીની મોટી જાહેરાત, આગામી 6 મહીનામાં ગુજરાતને મળશે હાઈ સ્પીડ ટ્રેન

અમદાવાદ અને સાણંદ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન આગામી 6 મહીનામાં શરુ થઈ જશે

ટાટા પ્રોજ્કેટ સાથે કરવામાં આવ્યો છે કરાર

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
રેલવે મંત્રીની મોટી જાહેરાત, આગામી 6 મહીનામાં ગુજરાતને મળશે હાઈ સ્પીડ ટ્રેન 1 - image
image Twitter 

તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnav) શનિવારે એક જાહેરાત કરતાં કહ્યું હતુંં કે અમદાવાદ (Ahmedabad) અને સાણંદ (Sanand) વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન (Ahmedabad high speed train ) આગામી 6 મહીનામાં શરુ થઈ જશે. તેમણે કહ્યુ કે અમદાવાદથી સાણંદની વચ્ચે વિશ્વસ્તરીચ રેલ સેવા શરુ થશે. હાઈ સ્પીડ ટ્રેન આગામી 6 મહીનામાં જ શરુ કરી દેવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 સપ્ટેમ્બરના રોજ જામનગર- અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. સેમીકંડક્ટર પરિદ્રશ્ય વિશે વાત કરતાં વૈષ્ણવે કહ્યુ હતું કે, સેમીકંડક્ટરોની માંગ આગામી થોડા વર્ષોમાં વધીને પાંચ લાખ કરોડ સુધી થવાની છે. વૈષ્ણવ સંચાર મંત્રી અને આઈટી મંત્રી પણ છે. 

ટાટા પ્રોજ્કેટ સાથે કરવામાં આવ્યો છે કરાર

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લક્ષ્ય ભારતમાં ડિઝાઈન કરવામાં આવેલ અને બનાવવામાં આવેલ સેમીકંડક્ટર સાથે દેશના ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. સેમીકંડક્ટર મામલે ગુજરાત દેશમા સૌથી આગળ છે. માઈક્રોને જૂનમાં ગુજરાતમાં સેમીકંડક્ટર એસેંબલી તૈયાર કરવા અને  ટેસ્ટિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. જેમા કુલ 2.75 ડોલર (આશરે 22,540 કરોડ રુપિયા) નું રોકાણ થશે. કંપનીએ સાણંદમાં નવા એસેંબલ અને ટેસ્ટિંગ પ્લાન્ટના કામના નિર્માણ માટે ટાટા પ્રોજેક્ટ સાથે કરાર કર્યો છે. 

અમદાવાદ -જામનગર વંદે ભારત 

ગુજરાતને ફરી એક નવી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ ટ્રેન અમદાવાદથી જામનગર સુધી દોડશે. આ ગુજરાતને ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ મળશે, વંદે ભારત એક્સપ્રેસ મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સુધી દોડશે અને સવારે 5.30 કલાકે જામનગરથી રવાના થશે અને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વીરમગામ થઈને સવારે 10.10 કલાકે સાબરમતી પહોચશે. આ ટ્રેન ચારથી સાડા ચાર કલાકમાં અમદાવાદ પહોચી જશે. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News