રેલવેએ કરી ચાર ‘હોલી સ્પેશિયલ’ ટ્રેનની જાહેરાત, જુઓ દરેક રૂટના સ્ટોપેજ સહિતની વિગત...
ભારતીય રેલવે દ્વારા હોળીના 10 દિવસ પહેલા કેટલીક સ્પેશિયલ ટ્રેન શરુ કરવાની જાહેરાત કરવામાં આવી
Holi Special Train : હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. રેલવેમાં રિઝર્વેશન માટે અત્યારથી લાંબી લાઈનો લાગી ગઈ છે. યાત્રાળુઓ ઓનલાઈન ખાલી સીટો શોધી રહ્યા છે. નોકરી-ધંધા માટે ઘરથી હજારો કિલોમીટર દૂર રહેતા હોય છે, તેવા લોકો હોળીના તહેવારમાં પોતાના ઘરે જતા હોય છે. પરંતુ મોટાભાગે આવા સમયે ટ્રેનોમાં ભારે ભીડ હોવાથી ટિકિટ કંફર્મ નથી મળતી. જેના કારણે પરિવાર સાથે દરેક લોકોને ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ હવે તમારે તેના માટે ચિંતા કરવાની જરુર નથી, કારણ કે ભારતીય રેલવે દ્વારા હોળીના 10 દિવસ પહેલા કેટલીક સ્પેશિયલ ટ્રેન શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સ્પેશિયલ હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી
આગામી 24 માર્ચે હોળીનો તહેવાર આવી રહ્યો છે, એટલે કે હવે હોળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે અને લોકો તહેવાર નિમિત્તે પોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. જેમાં આ વખતે રેલવે દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઉત્તર- પશ્ચિમ રેલ્વેએ માત્ર અસ્થાયી રૂપે 4 ટ્રેનોનું સંચાલન નહીં પરંતુ નાના સ્ટેશનો પર અન્ય ટ્રેનોને સ્ટોપેજ આપવાનું શરૂ કર્યું છે.
આ સ્પેશિયલ ટ્રેનોની કરવામાં આવી છે જાહેરાત
હોળીના તહેવારને ધ્યાનમાં રાખી ઉત્તર પશ્ચિમ રેલવેએ ચાર વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. તેમાંથી ટ્રેન નંબર 05097 ટનકપુર-દૌરાઈ સ્પેશિયલ ટ્રેન 22 માર્ચથી 29 માર્ચ સુધી દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09625 અજમેર-દાઉન્ડ સુપરફાસ્ટ ટ્રેન 14 માર્ચથી દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09035 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ ટ્રેન 20મી અને 27મી માર્ચે એમ બે ટ્રીપ લગાવશે. તેમજ ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાય સ્પેશિયલ ટ્રેન 19 માર્ચે એક ટ્રિપ લગાવશે.
આ ટ્રેનોને નાના સ્ટેશનો પર કામચલાઉ હોલ્ટ આપવામાં આવ્યો
ટ્રેન નંબર 14721 જોધપુર-ભટિંડા ગોટન સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું.
ટ્રેન નંબર 14854 જોધપુર-વારાણસી રેન સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું.
ટ્રેન નંબર 14864 જોધપુર-વારાણસી પણ રેન સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું.
ટ્રેન નંબર 14866 જોધપુર-વારાણસી રેન સ્ટેશન પર સ્ટોપેજ અપાયું.
ટ્રેન નંબર 14888 બાડમેર-ઋષિકેશ એક્સપ્રેસ ગોટન સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.