બિહાર ટ્રેન દુર્ઘટના પીડિતોના પરિજનોને મળશે 14 લાખની સહાય, ઘાયલો માટે અલગ રાહત પેકેજ

ગઈકાલે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12506 માં દુર્ઘટના સર્જાઈ હતી

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
બિહાર ટ્રેન દુર્ઘટના પીડિતોના પરિજનોને મળશે 14 લાખની સહાય, ઘાયલો માટે અલગ રાહત પેકેજ 1 - image


Train accident in Bihar : ગઈકાલે બિહારના બક્સરમાં ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં મૃતકો અને ઘાયલ થયેલા લોકો માટે રેલવે દ્વારા એક્સ-ગ્રેશિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ સિવાય બિહાર સરકારે દ્વારા પણ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેકને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે.

ગઈકાલે સર્જાઈ હતી દુર્ઘટના 

ગઈકાલે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12506 માં દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે લગભગ  રાતે 9.45 વાગ્યે દાનાપુર-બક્સર રેલ્વે સેક્શન પર રઘુનાથપુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન પાટા પરથી ઉતારી જતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ ડુમરાઓના SDO કુમાર પંકજ અને બ્રહ્મપુર પોલીસ સ્ટેશન રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રેલ્વે સૂત્રોએ જણાવ્યું હતું કે, રઘુનાથપુર રેલ્વે સ્ટેશન પાસે પોઈન્ટ બદલતી વખતે ટ્રેનમાં જોરદાર આંચકા અનુભવાયો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, રઘુનાથપુર પશ્ચિમ ગુમતી નજીક જોરદાર અવાજ સાથે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી અને પલટી ગયા હતા. આ મામલે તરત જ ગામ લોકો દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી અને રેલવેના અધિકારીઓ પણ દુર્ઘટનાની જાણ થતા તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

100 મુસાફરો ઘાયલ થયાના અહેવાલ 

અહેવાલ અનુસાર,  આ અકસ્માતમાં ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એક ડબ્બો બીજા ડબ્બા પર ચડી જતા ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. કુલ 100 મુસાફરો ઘાયલ થયા હતા. જો કે, કેટલા મુસાફરોના મોત થયા અને કેટલા ઘાયલ થયા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


Google NewsGoogle News