રેલવેમાં 29000 પદોની ભરતી નીકળી ફેક, જાહેરાત મામલે સરકારે આપ્યો જવાબ

જાહેરાત પ્રમાણે લોકો પાયલોટ માટે 18,023 અને ટેક્નિશિયન માટે 11,029 પદ માટે અરજી મંગાવવામાં આવી છે

ભારતીય રેલવેમાં 29000 જગ્યાઓ પર ભરતીનું કટિંગ સોશિયલ મીડીયા પર વાયરલ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
રેલવેમાં 29000 પદોની ભરતી નીકળી ફેક, જાહેરાત મામલે સરકારે આપ્યો જવાબ 1 - image
Image Twitter 

તા. 7 ઓક્ટોબર 2023, શનિવાર

Railway Recruitment fake News: સરકારી નોકરી (government service) માટે લોકો હંમેશા બેતાબ રહેતા હોય છે. પહેલા જ્યારે ઈન્ટરનેટની આટલી સુવિધા નહોતી ત્યારે પણ આ રીતે કચેરીઓમાં ફેક ભરતી ફોર્મ મોકલવામાં આવતા હતા. આજે પણ ફેક ભરતી (fake recruitment)ના નામે છેતરપીંડી (Fraud) થાય છે, પરંતુ તેની સિસ્ટમ બદલાઈ ગઈ છે. હવે ઈન્ટરનેટ પર સરળતાથી કોઈ પણ વિભાગને લઈને ભરતી બાબતે જાહેરાત આપી દેવામાં આવે છે. હાલમાં રેલવે (Railway Recruitment) સાથે જોડાયેલો આવો એક કિસ્સો સામે આવ્યો છે.  

ભારતીય રેલવેમાં 29000 જગ્યાઓ પર ભરતીનું કટિંગ સોશિયલ મીડીયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર એક જાહેરાતનું કટિંગ વાયરલ થઈ રહ્યું છે. આ જાહેરાત પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રેલવે દ્વારા વિવિધ પદો માટે 29000 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જાહેરાત પ્રમાણે લોકો પાયલોટ માટે 18,023 અને ટેક્નિશિયન માટે 11,029 પદ માટે અરજી મંગાવવામાં આવી છે. તેમજ આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર બતાવવામાં આવી હતી.

ફર્જી છે આ જાહેરાત 

રેલવેમાં ભરતીની આ જાહેરાત ખૂબ વાયરલ થઈ રહી છે. મોટાભાગના વોટ્સએપ અને ફેસબુક પર લોકોએ જાહેરાતના કટિંગને શેર કર્યું હતું, પરંતુ આ ફર્જી છે. રેલવે દ્વારા આવી કોઈપણ પ્રકારની ભરતી કરવામાં આવી રહી નથી તેમજ ભારતીય રેલવે દ્વારા આવી કોઈ જાહેરાત પણ આપવામાં આવી નથી. PIB ની ફેક્ટ ચેક ટીમે તેને ફર્જી જાહેર કરી છે. 

રેલવેમાં 29000 પદોની ભરતી નીકળી ફેક, જાહેરાત મામલે સરકારે આપ્યો જવાબ 2 - image


Google NewsGoogle News