'ઈન્ડિયા'ના બદલે 'ભારત' તરફ જતો દેશ, હવે રેલવે મંત્રાલયે કેબિનેટમાં મૂક્યો આ પ્રસ્તાવ

રેલવે મંત્રાલયના પ્રસ્તાવમાં લોજિસ્ટિક્સ ખર્ચ, કાર્ગોનો મોડલ હિસ્સો અને દેશની અર્થવ્યવસ્થા દરેક પાસાઓમાં ઇન્ડિયા નામના સ્થાને 'ભારત'નો ઉપયોગ કરવામાં આવે એવો ઉલ્લેખ કર્યો છે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
'ઈન્ડિયા'ના બદલે 'ભારત' તરફ જતો દેશ, હવે રેલવે મંત્રાલયે કેબિનેટમાં મૂક્યો આ પ્રસ્તાવ 1 - image


Union Cabinet Drops 'India'? દેશનું નામ 'ઇન્ડિયા'ની જગ્યાએ 'ભારત' કરવાની માંગ વધુ જોવા મળી રહી છે. એક રિપોર્ટ મુજબ રેલ મંત્રાલયે કેન્દ્રીય કેબીનેટમાં પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં ઇન્ડિયા નામ માંથી ભારત કરવાની વાત કરી છે. માંગ કરવામાં આવેલી હોય એવો આ પહેલો પ્રસ્તાવ મંત્રીમંડળને મોકલવામાં આવ્યો છે. સુત્રો પરથી એ પણ જાણવા મળે છે આવનારા દિવસોમાં સરકારી કામોમાં બધી જ જગ્યાએ ભારત નામનો ઉપયોગ વધી શકે છે. તેમાં એમ પણ જાણવા મળ્યું કે ભારતના બંધારણમાં ભારત અને ઇન્ડિયા બંને નામનો ઉલ્લેખ છે એટલે એવામાં જો ભારત નામનો ઉપયોગ વધે છે તો એમાં કઈ ખોટું નથી. કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રેલ્વે મંત્રાલયની દરખાસ્તમાં ઇન્ડિયા નામની જગ્યાએ બધી જ જગ્યાએ ભારત નામનો ઉપયોગ કરવાની વાત સામે આવી છે.  

G20ના ડીનરના નિમંત્રણ બાદ શરુ થયો વિવાદ 

ઇન્ડિયા અને ભારત નામનો વિવાદ ત્યારે વકર્યો હતો જયારે G20ના ડીનર માટે મોકલવામાં આવેલા નિમંત્રણ પર 'પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા'ના બદલે 'પ્રેસિડેન્ટ ઓફ ભારત' લખવામાં આવ્યું હતું. નિમંત્રણ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ દ્વારા મોકલવામાં આવ્યું હતું.

NCERTમાં પણ નામમાં થશે ફેરફાર 

ત્રણ દિવસ પહેલા, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) પેનલે તમામ શાળાના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયા નામના બદલે ભારત નામ રાખવાની સાર્વત્રિક રીતે દરખાસ્ત કરી હતી.

આસિયાન ઇવેન્ટમાં થયો હતું પહેલો ઉલ્લેખ 

વિપક્ષે તાજેતરમાં જણાવ્યું હતું કે નિમંત્રણ જેવા સત્તાવાર દસ્તાવેજોમાં ઇન્ડિયા નામને ભારત સાથે બદલવા માટે કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા હતા, આવો પ્રથમ ઉલ્લેખ પીએમ મોદીને "ભારતના વડા પ્રધાન" તરીકે દર્શાવતા આસિયાન ઇવેન્ટના આમંત્રણ પર કરવામાં આવ્યો હતો.

સરકારી દસ્તાવેજોમાં ભારત નામનો ઉપયોગ વધશે 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં સરકારી દસ્તાવેજોમાં ભારત નામનો ઉપયોગ વધુ થવા જઈ રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે બંધારણમાં ઇન્ડિયા અને ભારત એમ બંને નામનો એકબીજાના બદલે ઉપયોગ કરવામાં આવ્યો છે અને કેબિનેટની દરખાસ્તોમાં તેનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી, અહેવાલમાં જણાવાયું છે કે રેલવે મંત્રાલયની દરખાસ્ત કદાચ કેબિનેટ માટેનો પહેલો પ્રસ્તાવ છે જેણે ભારત નામનો ઉપયોગ કર્યો છે. લોજિસ્ટિક્સ ખર્ચ, કાર્ગોનો મોડલ હિસ્સો અને દેશની અર્થવ્યવસ્થા દરેક બાબતમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત નામના ઉપયોગનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. 

ઇન્ડિયા નામ બ્રિટિશ સંસ્થાનવાદનું પ્રતિક 

ભારત એ એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે જે ઘણા ઇતિહાસકારો માને છે કે તે શરૂઆતના હિંદુ ગ્રંથોનો છે. 1947 માં દેશને આઝાદી મળી ત્યાં સુધી અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું. આથી દેશના નામમાં ફેરફારને કેટલાક નેતાઓનું સમર્થન છે કારણ કે તેઓ દલીલ કરે છે કે ઇન્ડિયા નામ બ્રિટિશ સંસ્થાનવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને તે ગુલામીનું પ્રતીક છે. 

'ઈન્ડિયા'ના બદલે 'ભારત' તરફ જતો દેશ, હવે રેલવે મંત્રાલયે કેબિનેટમાં મૂક્યો આ પ્રસ્તાવ 2 - image


Google NewsGoogle News