Get The App

દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગના તમામ વીડિયો-ફોટોઝ હટાવો: સરકારનો Xને પત્ર

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગના તમામ વીડિયો-ફોટોઝ હટાવો: સરકારનો Xને પત્ર 1 - image


New Delhi Railway Station Stampede: રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને પત્ર લખ્યો છે. આ પત્રમાં રેલવે મંત્રાલયે Xને 15 ફેબ્રુઆરીના રોજ દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ સાથે સબંધિત તમામ વીડિયો-ફોટોઝ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવવા માટે કહ્યું છે. આની પાછળ મંત્રાલયે એથિકલ નોર્મ્સનો હવાલો આપ્યો છે. 

36 કલાકની અંદર વીડિયો હટાવવા કહ્યું

રેલવે મંત્રાલયે પત્રમાં એથિકલ નોર્મ્સ અને આiટી પોલિસીનો હવાલો આપતાં Xને નાસભાગના એવા તમામ વીડિયો-ફોટોઝ હટાવવા માટે કહ્યું છે, જેમાં મૃતદેહો અને બેભાન થઈ ગયેલા યાત્રીઓ દેખાઈ રહ્યા છે. મંત્રાલયે 36 કલાકની અંદર Xને લગભગ એવા 250 વીડિયો હટાવવા માટે કહ્યું છે. જોકે, X તરફથી હજુ સુધી રેલવે મંત્રાલયના પત્ર પર કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. 

આ પણ વાંચો: નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન પર નાસભાગમાં મૃતકાંક વધી 18 થયો, મૃતકોની યાદી જાહેર કરાઈ

15 ફેબ્રુઆરીના રોજ રેલવે સ્ટોશન મચી હતી નાસભાગ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીના રોજ ત્યારે નાસભાગ મચી ગઈ હતી, જ્યારે કુંભ મેળામાં જતાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. ત્યારે સ્પેશિયલ ટ્રેનો લેટ થવા અંગે અને પ્લેટફોર્મ બદલવાની જાહેરાતને કારણે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા.

ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ 

નાસભાગનું કારણ જાણવા માટે રેલવે વહીવટીતંત્રએ બે સભ્યોની કમિટીનું ગઠન કર્યું છે. આ કમિટીમાં નોર્ડર્ન રેલવેના પીસીસીએમ નરસિંગ દેવ અને પીસીએસસી નોર્ડર્ન રેલવેના પંકજ ગંગવાર સામેલ છે. કમિટીને નવી દિલ્હી રેલવે સ્ટેશનના વીડિયો-ફોટોઝ સહિત તમામ ઉપલબ્ધ પુરાવાઓનું વિશ્લેષણ કરવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ખુદને ગર્વથી હિન્દુ કે ભારતીય કહીએ 'અંધભક્ત', PMના વખાણ કરો તો...: પ્રીતિ ઝિન્ટાને કેમ આવ્યો ગુસ્સો?

રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ નાસભાગ પ્લેટફોર્મ નંબર 14 અને 15 વચ્ચેની સીડીઓ પર થઈ હતી. પ્લેટફોર્મ 14 પર પટના તરફ જતી મગધ એક્સપ્રેસ ઊભી હતી, જ્યારે પ્લેટફોર્મ 15 પર જમ્મુ તરફ જતી ઉત્તર સંપર્ક ક્રાંતિ ઊભી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે યાત્રીઓ ફૂટ ઓવર બ્રિજ પરથી પ્લેટફોર્મ તરફ જઈ રહ્યા હતા અને સીડી પરથી લપસી ગયા, જેના કારણે અન્ય યાત્રીઓ પણ લપેટમાં આવી ગયા. 


Google NewsGoogle News