PHOTOS: દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનું અનાવરણ, 16 કોચમાં કુલ 823 મુસાફરની ક્ષમતા
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં વંદે ભારત સ્લીપર ટ્રેનસેટના કારબોડી સ્ટ્રક્ચરનું અનાવરણનું કર્યું હતું
Vande Bharat Sleeper trainset: ભારતીય રેલવે માટે એક ઐતિહાસિક ક્ષણમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનસેટના કારબોડી સ્ટ્રક્ચરનું અનાવરણ કર્યું. ટ્રેનસેટનું નિર્માણ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા તેના બેંગલુરુમાં રેલ યુનિટમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શાંતનુ રોય સહિત રેલવે મંત્રાલય, આઈસીએફ અને બીઈએમએલ લિમિટેડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વંદે ભારત સ્લીપર ટ્રેનસેટના કારબોડી સ્ટ્રક્ચરનું અનાવરણ કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'ભારતીય રેલવે અને દેશ માટે લાંબા સમયથી રાહ જોવાતી વંદે ભારત સ્લીપર ટ્રેનસેટના કારબોડી સ્ટ્રક્ચરનું લોન્ચ કરવું એ એક ઐતિહાસિક ક્ષણ છે. તે વૈશ્વિક ધોરણો પ્રમાણેના નજીકના ભવિષ્યમાં મુસાફરોને સરળ ગતિશીલતા પ્રદાન કરશે અને વિવિધ સુવિધાઓ પ્રદાન કરશે.'
વંદે ભારત સ્લીપર ટ્રેનસેટના કારબોડી સ્ટ્રક્ચર હાઈ ગ્રેડ ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટિલમાંથી બનાવવામાં આવ્યું છે. ટ્રેનસેટમાંની તમામ સામગ્રીઓ માપદંડોનું પાલન કરે છે. BEML દ્વારા ડિઝાઈન કરાયેલી વંદે ભારત સ્લીપર ટ્રેન અંદર, સ્લીપર બર્થ અને બહારનો ભાગ આકર્ષક અને સુંદર છે.
ટ્રેનસેટના કારબોડી સ્ટ્રક્ચરની અંદરની પેનલ, સીટ અને બર્થ, અંદરની લાઈટ, કપ્લર્સ, બધું જ સ્લીપર ટ્રેનસેટને કાળજીપૂર્વક ડિઝાઈન કરવામાં આવ્યું છે. BEMLએ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રેનસેટમાં બાહર પ્લગ, દરવાજા, બ્રેક સિસ્ટમ વગેરે સહિતની સિસ્ટમ છે.
ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ચેન્નાઈએ મે 2023માં 16 વંદે ભારત સ્લીપર વર્ઝન ટ્રેનસેટ્સ અને 10 રેકની ડિઝાઈન, ઉત્પાદન માટે BEML લિમિટેડ સાથે ઓર્ડર આપ્યો હતો. વંદે ભારત સ્લીપર ટ્રેનસેટના ટેકનિકલ પાસાઓ મુજબ, આ ટ્રેનોમાં પ્રતિ ટ્રેન સેટ 16 કાર હશે. મહત્તમ ઓપરેટિંગ સ્પિડ (સેવા) પ્રતિ કલાક 160 કિં.મી. છે અને મહત્તમ ઓપરેટિંગ સ્પિડ (પરીક્ષણ) પ્રતિ કલાક 180 કિં.મી છે. ટ્રેનસેટ બ્રોડગેજ (1676 મી.મી.) છે જેમાં વિવિધ કેટેગરીમાં 823 બર્થની મુસાફરોની ક્ષમતા છે.