Get The App

ભારતની ટ્રેનોમાં વેઈટિંગ ટિકિટની સમસ્યા ક્યારે ખતમ થશે? કેન્દ્રીયમંત્રીએ જણાવી દીધી તારીખ!

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
railway minister ashwini vaishnaw


Ashwini Vaishnaw On Waiting Ticket: ભારતમાં તહેવારો, ઉનાળાની રજાઓ અને લગ્નની મોસમમાં કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવામાં સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે છઠના તહેવાર દરમિયાન બિહાર જતી ટ્રેનોની હાલત ખરાબ જોવા મળે છે. કેન્દ્રમાં નવી એનડીએ સરકાર બન્યા બાદ હવે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે વેઈટિંગ ટિકિટમાંથી છૂટકારો અપાવવા અંગે મોટું નિવેદન આપ્યું છે.

ટ્રેક બનાવવાની ઝડપ દરરોજ વધી રહી છે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વેઇટિંગ ટિકિટની સમસ્યાનો સામનો કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉનાળામાં પહેલા કરતા દસ ગણી વધુ ટ્રેનો દોડાવવામાં આવી છે. ગયા વર્ષે છઠના અવસરે ચાર ગણી વધુ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 2024માં દરરોજ 14 કિલોમીટરનો નવો ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે 2014માં દરરોજ 4 કિલોમીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં 35 હજાર કિલોમીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે.

વેઈટિંગ ટિકિટની સમસ્યાથી ક્યારે રાહત મળશે?

આ દરમિયાન રેલ મંત્રીએ એ પણ જણાવ્યું કે દેશના લોકોને વેઈટિંગ ટિકિટની સમસ્યામાંથી ક્યારે રાહત મળશે. તેમણે કહ્યું કે, ભારતમાં દરરોજ 22 હજાર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જો આપણે દરરોજ ટ્રેનોની સંખ્યાને 3 હજારથી ઉપર લઈ જશું તો વેઇટિંગ લિસ્ટની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે. વર્ષ 2032 સુધીમાં અમે વેઇટિંગ ટિકિટની સમસ્યાઓ દૂર કકરવાનો ટારગેટ રાખ્યો છે.


Google NewsGoogle News