રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કયા વિભાગને 'ભારતીય રેલવેનું ઘરેણું' ગણાવ્યું?
- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે DFCCsIL ને 'ભારતીય રેલ્વેનું રત્ન' ગણાવ્યું
- આ કાર્યક્રમ દિલ્હીમાં DFCCILના 17મા સ્થાપના દિવસે યોજાઈ રહ્યો હતો
નવી દિલ્હી,તા. 3 નવેમ્બર 2022, ગુરુવાર
કાર્યક્રમમાં રેલવે મંત્રીએ રેલવે દ્વારા શરૂ કરાયેલા 28 મોટા સુધારાઓ વિશે જણાવ્યું હતું
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દિલ્હીમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (DFCCIL) ના 17મા સ્થાપના દિવસે DFCCIL ટીમો અને વ્યક્તિગત કર્મચારીઓને પુરસ્કાર આપ્યા . ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, વૈષ્ણવે DFCCIL ને 'ભારતીય રેલવેનું ઘરેણું' ગણાવ્યું હતું. આ સાથે તેમણે વિભાગની ટીમની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી હતી.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પોતાના સંબોધનમાં કહ્યું કે DFCએ કામ કરવાની નવી રીતો બનાવી છે. આ સાથે, તેણે પ્રોજેક્ટના અમલ માટે નવી પદ્ધતિઓ પણ બનાવી. આ સાથે ભવિષ્યમાં ભારતીય રેલવેનો વિકાસ કેવી રીતે કરવો તે અંગે પણ નવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
રેલવે મંત્રીએ રેલ્વે દ્વારા શરૂ કરાયેલા 28 મોટા સુધારા વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે ભારતીય રેલ્વે દ્વારા મુસાફરો અને માલસામાનની અવરજવરને સરળ બનાવવા માટે રૂ. 90,000 કરોડના પ્રોજેક્ટની ઓળખ કરવામાં આવી છે.