VIDEO: જોર લગા કે હઈસા... રેલવે કર્મચારીઓએ ધક્કા મારીને ટ્રેનને સ્ટેશન સુધી પહોંચાડી
Amethi Train: ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારી સામે આવી છે. જ્યાં રેલવે અધિકારીઓ માટે બનાવવામાં આવેલી ડીપીસી ટ્રેન પાટાની વચ્ચે જ બંધ થઈ ગઈ હતી. જે બાદ રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેનને મેઈન લાઇનથી લૂપ લાઈન પર પહોંચાડી હતી. રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
અમેઠી જિલ્લાના નિહાલગઢ રેલવે સ્ટેશનનો છે, જ્યાં સુલતાનપુર તરફથી અધિકારીઓ ડીપીસી ટ્રેન દ્વારા લખનઉ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ટ્રેન સ્ટેશનની બહાર ઊભી રહી હતી. મુખ્ય લાઈન પર ટ્રેન બંધ થઈ જતા અન્ય ઘણી ટ્રેનોને પણ અસર પડી હતી. ઘણાં પ્રયત્નો છતાં ડીપીસી ટ્રેન રીપેર થઈ શકી નથી. બાદમાં રેલવે કર્મચારીઓ દ્વારા ડીપીસી ટ્રેનને મેઈન લાઈન પરથી હટીને લૂપ લાઈનમાં ખસેડવામાં આવી હતી. લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો ટ્રેનને ધક્કો મારી રહ્યા છે.
આ સમગ્ર મામલે આરપીએફ ઈન્સ્પેક્ટરનું નિવેદન
આ સમગ્ર મામલે આરપીએફ ઈન્સ્પેક્ટર આરએસ શર્માએ કહ્યું કે, 'આ ડીપીસી ટ્રેન છે, જેના પર અધિકારીઓ બેસીને ઈન્સ્પેક્શન કરે છે. તે ગઈકાલે (ગુરુવાર) નિહાલગઢ સ્ટેશનના બહાર ખરાબ થઈ ગઈ હતી. બાદ તેને રેલવે કર્મચારીઓએ ટ્રેનને ધક્કો મારીને સ્ટેશન પર પહોંચાડી હતી અને બાદમાં તેની ખામીઓ સુધારીને તેને આગળ મોકલવામાં આવી હતી.'