Get The App

Railway Board DA Hike : રેલવે બોર્ડે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો કર્યો વધારો

રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 46 ટકા સુધી વધી જશે

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
Railway Board DA Hike : રેલવે બોર્ડે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો કર્યો વધારો 1 - image


Railway Board DA Hike : કેન્દ્ર સરકારે છ દિવસ પહેલા જ કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (dearness allowance)માં 4 ટકાનો વધારો કર્યો હતો ત્યારે હવે આજે દશેરાના પર્વે જ રેલવે બોર્ડે (Railway Board) પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 46 સુધી વધી જશે

આ જાહેરાત સાથે જ રેલવે કર્મચારીઓ (railway employees)નું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 46 ટકા સુધી વધી જશે. પહેલા કર્મચારીઓને મૂળ પગાર (basic salary)ના 42 ટકા જ ડીએ મળતું હતું. આ વધારો 1 જુલાઈ 2023થી જ અમલમાં આવશે અને કર્મચારીઓને બાકીના પગારમાં વધારાનો ડીએ મળશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાતના છ દિવસ બાદ રેલવે બોર્ડે આ જાહેરાત કરી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે (central employees) તેના કર્મચારીઓને બોનસ આપવાની પણ જાહેરાત કરી હતી.

રેલવે કર્મચારીઓએ આ નિર્ણયને આવકાર્યો

રેલવે કર્મચારી યુનિયનોઓને દશેરાના પર્વે અને દિવાળીના તહેવાર પહેલા કરેલી આ જાહેરાતને આવકારી છે. ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે ડીએ કર્મચારીઓનો અધિકાર છે, તે જુલાઈથી મળવાનો હતો. જો કે દિવાળી પહેલા તેની ચૂકવણીની જાહેરાત કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. ભારતીય રેલવે અને ઉત્પાદન એકમોના જનરલ મેનેજર અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરો (Chief Administrative Officers)ને મોકલવામાં આવેલ એક સંદેશામાં કહેવામાં આવ્યું છે કે રેલવે બોર્ડના અધ્યક્ષ આ નિર્ણય લેતા ખુશ છે કે રેલ્વે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 46 ટકા કરવામાં આવ્યો છે.

Railway Board DA Hike : રેલવે બોર્ડે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો કર્યો વધારો 2 - image


Google NewsGoogle News