Get The App

રેલવેની એપ્રેન્ટિસ ભરતી માટે કેવી રીતે કરશો અરજી? જાણો લાયકાત અને સિલેક્શન પ્રોસેસ વિશે બધુ

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
રેલવેની એપ્રેન્ટિસ ભરતી માટે કેવી રીતે કરશો અરજી? જાણો લાયકાત અને સિલેક્શન પ્રોસેસ વિશે બધુ 1 - image

Image:Freepik

Railway Apprentice Recruitment: રેલવેમાં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવેની એપ્રેન્ટિસ ( Railway Apprentice )ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઈટ rrccr.com પર શરૂ થઈ ગઈ છે. આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 15મી ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકે છે. ઉમેદવારો નીચે જણાવેલ મુદ્દાઓ દ્વારા આ ભરતી માટેની અરજી પ્રક્રિયા, પાત્રતા સહિતની તમામ જરૂરી બાબતોને સમજી શકે છે.

શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ ધોરણ-10 ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ. વધુમાં, તેમની પાસે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT) અથવા સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (SCVT) દ્વારા જારી કરાયેલ નોટિફાઇડ ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોવું આવશ્યક છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 

  • 15મી ઓગસ્ટ

ઉંમર મર્યાદા: ઉમેદવારોની વય 15થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરી (SC/ST માટે પાંચ વર્ષ, OBC માટે 3 વર્ષ) માટે વયમાં છૂટછાટ હશે. વય મર્યાદા નક્કી કરવાની મહત્વની તારીખ 15મી જુલાઈ છે.

સંબંધિત વિષયો પર વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

સિલેક્શન પ્રોસેસ 

ઉમેદવારોની પસંદગી મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે, જે ગણિત અને ITIમાં ઉમેદવારોએ મેળવેલા ટકાવારી ગુણની સરેરાશના આધારે તૈયાર કરવામાં આવશે. રેલવે દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

કેવી રીતે કરવી અરજી?

  • સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જવુ
  • આ પછી 'Apply Online' પર ક્લિક કરો
  • જરૂરી માહિતી ઉમેરીને કાળજીપૂર્વક સંપૂર્ણ અરજી ફોર્મ ભરો
  • આ પછી ડોક્યુમેન્ટ અપલોડ કરો, એપ્લિકેશન ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો
  • અંતે ફોર્મની પ્રિન્ટ નિકાળી લો. 

Google NewsGoogle News