ભારતથી ભુતાન સુધી જશે રેલવે, વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન મહત્ત્વના કરારથી ચીનને ઝટકો

વડાપ્રધાન મોદીનું ભતાનમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
ભારતથી ભુતાન સુધી જશે રેલવે, વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન મહત્ત્વના કરારથી ચીનને ઝટકો 1 - image


India-Bhutan Relations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુતાનના પ્રવાસે છે, ત્યારે બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બનાવવા જઈ રહી છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે ભારત અને ભુતાન વચ્ચે રેલવે સેવા શરૂ થશે. વડાપ્રધાન મોદી અને ભુતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ બંને દેશો વચ્ચે ઘણાં મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી ભારતના દુશ્મન ચીનને મોટો ઝટકો છે. ભારત અને ભુતાન વચ્ચે આજે (શુક્રવાર) ઊર્જા, વેપાર, ડિજિટલ કનેક્ટિવિટી, અવકાશ અને કૃષિ ક્ષેત્રે, રેલવે કનેક્ટિવિટી સહિત અનેક સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. 

બંને દેશ વચ્ચે મહત્ત્વના એમઓયુ પર હસ્તાક્ષર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ભુતાનની મુલાકાત દરમિયાન ભુતાનના પીએમ શેરિંગ ટોબગેની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,'વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન શેરિંગ ટોબગે તરફથી મળેલા ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માન્યો. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. નવીનીકરણીય ઉર્જા, કૃષિ, પર્યાવરણ અને વનસંવર્ધન અને પર્યટન ક્ષેત્રે સહયોગને વધુ વધારવા માટે સંમત થયા હતાં.'

ભારત-ભુતાન વચ્ચે રેલવે કનેક્ટિવિટી પર સમજૂતી થઈ

ભારત અને ભુતાન વચ્ચે રેલવે કનેક્ટિવિટી પર સંમત થયા છે અને આ સંબંધમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ કોકરાઝાર-ગેલેફુ રેલવે અને બનારહાટ-સમત્સે રેલવે કનેક્ટિવિટી અને તેમના અમલીકરણ માટેની પદ્ધતિઓ પ્રદાન કરે છે. આ મુજબ, ઉર્જા કાર્યક્ષમતા અને ઉર્જા સંરક્ષણ પગલાંના ક્ષેત્રમાં સહકાર પરના એમઓયુનો ઉદ્દેશ્ય બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા વિકસિત 'સ્ટાર લેબલિંગ' પ્રોગ્રામને પ્રોત્સાહન આપીને સ્થાનિક ક્ષેત્રમાં ઊર્જા કાર્યક્ષમતા વધારવામાં ભુતાનને મદદ કરવાનો છે.

બંને દેશના સંબંધો મજબૂત બનશે

રમતગમત અને યુવા બાબતોના સંબંધમાં સહકાર પરના એમઓયુ બંને દેશની રમત એજન્સીઓ વચ્ચેના સંબંધોને આગળ વધારવામાં મદદ કરશે અને રમતગમતની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન ભારત અને ભુતાનના લોકો વચ્ચેના સંબંધોને આગળ વધારવામાં મદદ કરશે. ફાર્માકોપિયા, તકેદારી અને ઔષધીય ઉત્પાદનોના પરીક્ષણની વહેંચણી સંબંધિત સહયોગ પર કરાર થયા છે. સ્પેસ કોઓપરેશન પર સંયુક્ત કાર્ય યોજના (JPOA) સંખ્યાબંધ કાર્યક્રમો, તાલીમ વગેરે દ્વારા આપણા અવકાશ સહયોગને વધુ વિકસિત કરવા માટે એક નક્કર માળખું પૂરું પાડે છે.


Google NewsGoogle News