Get The App

ટ્રેનમાં મુસાફરી કરો છો, તો App જરૂર ડાઉનલોડ કરો, મળશે તાત્કાલિક મદદ

આ App પર ટ્રેન બુકિંગ, સીટ છે કે નહીં તેની જાણકારી, ટ્રેન રનિંગ સ્ટેટ્સ, ફરિયાદ, કોચ ક્લીનિંગ અને ટ્વિટર ફિડબેકની સુવિધા મળી રહે છે

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
ટ્રેનમાં મુસાફરી કરો છો, તો App જરૂર ડાઉનલોડ કરો, મળશે તાત્કાલિક મદદ 1 - image
Image Indian Railway 

તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર

જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ અને મુસાફરી દરમ્યાન કોઈ પણ પ્રકારની તકલીફ પડે છે, તો તમે કેવી રીતે ફરિયાદ કરશો? અને શુ તમારી ફરિયાદ પર તાત્કાલિક એક્શન લેવામા આવશે? કદાચ જવાબ ના હશે...,પરંતુ  જો તમે આ રીતે ફરિયાદ કરશો તો તમારી ફરિયાદ પર મિનિટોમાં એક્શન લેવામાં આવશે. 

આ એપનું નામ  છે Rail Saarthi 

હકીકતમાં ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને ટ્રેનમાં એસી ન ચાલતુ હોય અથવા પછી એસી વધારે કુલિંગ કરવાથી ખાવાની ક્વોલિટી આવતી હોય, ટોઈલેટમાં પાણી ન આવતુ હોય જેવી અનેક સમસ્યાઓ બનતી હોય છે. આ દરેક મુસીબતોથી પળવારમાં છુટકારો મળી શકે છે. તેના માટે તમારે માત્ર આ એક એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની રહેશે. આ એપનું નામ છે Rail Saarthi. 

કેવી રીતે કામ કરે છે આ એપ 

રેલ સારથી આ એપ ભારતીય રેલવેની એપ છે, એટલે કે આ સરકારી એપ છે, જે સેન્ટર ઓફ રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ તરીકે કામ કરે છે, આ એપ પર દરેક પ્રકારની ફરિયાદ કરી શકાય છે. ફરિયાદ કરતાની સાથે તાત્કાલિક રીતે ત્યા મદદ પહોચાડવામાં આવે છે. જો તમારા કોચમાં કોઈ પ્રોબલેમ હોય  અથવા તો સીટિંગ અથવા બેડિંગમાં કોઈ પ્રોબલેમ આવે તો તરત ફરિયાદ કરી શકાય છે અને તેમા તરત મદદ મળી શકે છે. આ સાથે ટ્રેનમાં ફુડ સહિત કોઈપણ પ્રોબ્લેમ હોય તો પણ ફરિયાદ કરી શકાય છે. આ એપને અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે.  ગુગલ પ્લે સ્ટોરમાંથી તેને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. 

મળશે આ સુવિધા 

1 .  આ App પર ટ્રેન બુકિંગ, સીટ છે કે નહીં તેની જાણકારી, ટ્રેન રનિંગ સ્ટેટ્સ, ફરિયાદ, કોચ ક્લીનિંગ અને ટ્વિટર ફિડબેકની સુવિધા મળી રહે છે. 

2 .  આમાં રેલ મદદ માટેની કોલમ આપવામાં આવી છે, જ્યાંથી ટ્રેન વિશે કોઈ ફરિયાદ, સ્ટેશનની ફરિયાદ, ટ્રેનનું કરંટ સ્ટેટ્સની સુવિધા મળી રહે છે. આ ઉપરાંત 139 પર કોલ કરતાં. જરુરી મદદ પણ મળી શકે છે. 



Google NewsGoogle News