Get The App

કેરલમાં CAA વિરૂદ્ધ રેલ રોકો આંદોલન મુ.મં. પી. વિજયને કહ્યું : CAA કેરલમાં લાગુ નહીં થવા દઉં

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
કેરલમાં CAA વિરૂદ્ધ રેલ રોકો આંદોલન મુ.મં. પી. વિજયને કહ્યું : CAA કેરલમાં લાગુ નહીં થવા દઉં 1 - image


- ત્રિચુર સ્ટેશને, રેલ રોકો : સત્તા રૂઢ CPMદ્વારા વિરોધ પ્રદર્શન : કાસદગૉડમાં મુસ્લિમ લીગ રણે ચઢી

થિરૂવનંતપુરમ : ગઈકાલે સોમવારે સાંજના CAA નોટિફિકેશન પ્રસિદ્ધ થયું તે રાતથી જ કેરલમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. ત્યાં અનેક પ્રકારે વિરોધ દર્શાવાઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય મંત્રી પિનીરાઈ વિજયને જ જાહેર કરી દીધું છે કે, હું રાજ્યમાં સીએએ લાગુ નહીં થવા દઉં.

બીજી તરફ આ સીટીઝનશિપ એમેન્ડમેન્ટ એકટ (નાગરિકતા (સંશોધન) અધિનિયમ- ૨૦૨૪) સામે કોંગ્રેસની યુવા પાંખ નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇંડીયા (એનએસયુઆઈ) એ કોચી અને ત્રિશૂર રેલવે સ્ટેશનોએ ટ્રેનના પાટા પર બેસી રેલ રોકો આંદોલન શરૂ કરી દીધું હતું. જો કે પોલીસે હળવા બળ પ્રયોગ દ્વારા તેમને પાટા ઉપરથી હઠાવ્યા હતા. સત્તારૂઢ સીપીએમની યૂથ વિંગે કોઝીકોડેમાં વિરોધ માર્ચ કરી તો બીજી તરફ ફ્રેટનીર્ટી પાર્ટીના સમર્થકો પણ ત્યાં વિરોધ સરઘસોમાં અચાનક જોડાયા. પોલીસે હળવો બળ પ્રયોગ કરી પ્રદર્શનકારી નેતાઓને અટકાયતમાં લીધા.

મુસ્લિમ બહુમતિવળા વિસ્તાર કાસરગોડમાં ઇંડીયન યુનિયન મુસ્લીમ લીગ (આઈયુએમએલ)ની યુથ વિંગના કાર્યકરોએ પણ વિરોધ પ્રદર્શન કર્યા.

તે વચ્ચે રાજ્યના મુખ્ય મંત્રી એ સીએએની કઠોર ટીકા કરતાં કહ્યું હતું કે સીએએ ઉપરાંત રાજ્ય સાંપ્રદાયિક વિભાજન અધિનિયમ (કોમ્યુનલ ડીવીઝન એક્ટ) તેમ તે બંનેનો વિરોધ કરી રહ્યો છું, કરી રહેતો જ રહીશ.

પ્રાપ્ય માહિતી પ્રમાણે સીએએ ઉત્તર પૂર્વનાં રાજ્યો કે જયાં જનજાતિઓની બહુમતિ છે ત્યાં તે લાગુ પાડવામાં આવશે નહીં. આ પ્રદેશમાં જવા માટે હજુ પણ ભારતના અન્ય રાજ્યોમાંથી આવેલાઓને ઇનર લાઇન પરમિટ લેવી પડે છે.

જે પૂર્વોત્તર રાજ્યમાં અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં આઈએલપી એકટ લાગુ છે. આ જનજાતીય ક્ષેત્રોમાં સંવિધાનના ૬ઠ્ઠા શેડયુલ પ્રમાણે સ્વાયત્ત પરિષદો બનાવાઈ છે. તેઓને સીએએના પરિઘમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આવી સ્વાયત્ત પરિષદો છે.


Google NewsGoogle News