ઝારખંડમાં રેલવે દુર્ઘટના, પાટા પસાર કરી રહેલા 9 લોકો આવ્યા ટ્રેનની ઝપેટમાં, 2ના ઘટનાસ્થળે મોત

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ઝારખંડમાં રેલવે દુર્ઘટના, પાટા પસાર કરી રહેલા 9 લોકો આવ્યા ટ્રેનની ઝપેટમાં, 2ના ઘટનાસ્થળે મોત 1 - image

Image Source: Twitter

- પેસેન્જર ટ્રેન અને ટ્રેક્ટર વચ્ચે ટક્કરના કારણે આ દુર્ઘટના સર્જાઈ

હઝારીબાગ, તા. 31 ઓક્ટોબર 2023, મંગળવાર

Jharkhand Train Accident: ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ છે. રેલવે ટ્રેક પસાર કરી રહેલા 9 લોકો ટ્રેનની ઝપેટમાં આવી ગયા હતા. જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. હઝારીબાગના ચરહીમાં બરકાકાના કોડરમા પેસેન્જર ટ્રેન અને ટ્રેક્ટર વચ્ચે ટક્કરના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

પેસેન્જર ટ્રેને ટ્રેક્ટરમાં સવાર નવ લોકોને પોતાની ઝપેટમાં લીધા

આ દુર્ઘટના રેલવે નંબર 23 દલદલિયા ગામ પાસે બની હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સવારે લગભગ 7:00 વાગ્યે ચરહી પંચાયતના સરબાહા ગામની સાત મહિલાઓ અને બે પુરૂષો ટ્રેક્ટર પર સવાર થઈને માટી લેવા જઈ રહ્યા હતા. તેઓ પોતાના પૈતૃક ગામ સરબાહાથી દલદલિયા ગામ થઈને રેલ્વે ટ્રેક પસાર કરી રહ્યો હતા પરંતુ તેઓ દલદલિયા ગામ નજીક 23 નંબર રેલ્વે પાટો પસાર કરી રહ્યા હતા એ જ દરમિયાન ચરહી તરફ આવી રહેલી પેસેન્જર ટ્રેને ટ્રેક્ટરમાં સવાર નવ લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા. 

7 લોકો ઘાયલ

હઝારીબાગની આ ઘટનામાં સરબાહા ગામના 25 વર્ષીય રમેશ ગંઝૂ અને જગદેવ મહતોની પત્નીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતું. જ્યારે અન્ય 7 લોકો ઘાયલ થયા છે. સૂચના મળતા જ ચરહી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને કબજામાં લઈ લીધા હતા. બીજી તરફ તમામ ઘાયલોને યોગ્ય સારવાર માટે સદર હોસ્પિટલ હઝારીબાગ મોકલી દેવામાં આવ્યા છે. આ દુ:ખદ ટ્રેન અકસ્માતથી સરબાહા ગામમાં માતમ ફેલાઈ ગયો છે. 

રેલવે ફાટક ન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો

ગ્રામણીઓએ જણાવ્યું કે, જ્યાં આ દુર્ઘટના થઈ છે ત્યાં રેલવે ફાટક લગાવવાની તેઓ છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે પરંતુ રેલવે તંત્રએ આ અંગે કોઈ ધ્યાન ન આપ્યું. રેલવે ફાટક ન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો છે. ગ્રામજનોએ સરકાર પાસે આ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે.



Google NewsGoogle News