રાહુલ ફરી ઉપડશે અમેરિકા, આ વખતે જાણો કઈ યુનિવર્સિટીની લેશે મુલાકાત, આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ

8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાહુલ શિક્ષણવિદો, સ્ટુડન્ટ્સ, રાજદ્વારીઓ, કારોબારીઓ સાથે સંવાદ કરશે

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
રાહુલ ફરી ઉપડશે અમેરિકા, આ વખતે જાણો કઈ યુનિવર્સિટીની લેશે મુલાકાત, આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ 1 - image


Rahul Gandhi News | વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાની મુલાકાત લેશે. આ દરમિયાન તે વોશિંગ્ટન ડીસી, ડલ્લાસ અને ટેક્સાસ યુનિવર્સિટીની મુલાકાત લેશે. 

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચીપ સામ પિત્રોડાએ રાહુલના અમેરિકાના પ્રવાસની વિગતો શેર કરી છે. લોકસભા ચૂંટણી પછી લીડર ઓફ ઓપોઝિશન બન્યા પછી તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ છે. પિત્રોડાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા પછી 32 દેશોનું પ્રતિનિધિત્વ કરતી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રતિનિધિ હોવાના નાતે મને ભારતીય વર્તુળો, ડિપ્લોમેટ્સ, એકેડેમિશિયન્સ, કારોબારીઓ, આગેવાનો, આંતરરાષ્ટ્રીય પ્રસારમાધ્યમો અને બીજા લોકો તરફથી તેમની સાથે સંવાદ સાધવાની ઘણી બધી વિનંતી મળી છે.

તેમણે ઉમેર્યુ હતું કે હવે ગાંધી અમેરિકા અત્યંત ટૂંકી મુલાકાતે આવશે. તે 8મી સપ્ટેમ્બરે ડલ્લાસમાં, 9મી અને 10મી સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં હશે. ડલ્લાસમાં અમે ટેક્સાસ યુનિ.માં વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને સમુદાયના લોકો સાથે સંવાદ કરીશુ.

 આ ઉપરાંત અમે મોટાપાયા પર કમ્યુનિટી ગેધરિંગ પણ રાખ્યું છે. અમે ત્યાં કેટલાક ટેકનોક્રેટ્સને મળીશું અને તેના પછી અમે ડલ્લાસ વિસ્તારના આગેવાનો સાથે ડિનર કરીશું, એમ તેમણે ઉમેર્યું હતું. 


Google NewsGoogle News