રાહુલે રીમોટનું બટન દેખાડી મોદી ઉપર હુમલો કર્યો કહ્યું : મોદી પાસે રીમોટ છે પણ ઉપયોગ જુદી રીતે થાય છે
- અમે રીમોટ કંટ્રોલનું બટન ખુલ્લામાં દેખાડીએ છીએ : ભાજપ ગુપ્ત રીતે દબાવે છે જાહેર મિલ્કત ખાનગી બની જાય છે
રાયપુર : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ રિમોટ કંટ્રોલથી ચૂંટણી રાજ્ય છત્તીસગઢમાં 'મુખ્યમંત્રી આવાસ યોજના'નો આજે પ્રારંભ કર્યો હતો. તેઓએ કહ્યું પી.એમ. મોદી પાસે પણ રીમોટ કંટ્રોલ છે પરંતુ તેઓ તે ગુપ્ત રતે દબાવે છે અમે રીમોટ કંટ્રોલનું બટન ખુલ્લામાં દબાવીએ છીએ પરંતુ ભાજપ તે ગુપ્ત રીતે દબાવે છે અને અદાણીજીને મુંબઈ એરપોર્ટ મળી જાય છે. સાર્વજનિક ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર બની જાય છે. મેં જ્યારે લોકસભામાં અદાણી અંગે મોદીને પ્રશ્ન પૂછ્યો તો મને જવાબ મળ્યો અને મારું લોકસભાનું સભ્યપદ ગયું.
રાહુલે મોદી ઉપર તે હુમલો ત્યારે કર્યો જ્યારે મોદીએ મધ્યપ્રદેશમાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસને કાટ લાગી ગયેલા લોખંડ જેવી પાર્ટી કહી.
મહિલા આરક્ષણ વિધેયક ઉપર લોકસભામાં રાહુલે કહ્યું હતું કે, ભારત સરકાર માટે માત્ર ૩ ઓપીસી અધિકારીઓ કામ કરે છે. તે દોહરવતા રાહુલે કહ્યું કે, જાતિ જનગણના હિન્દુસ્તાનનો એક્સ-રે છે જાતિ જનગણનાથી એ નિશ્ચિત થઈ જશે કે દેશમાં કેટલા દલિત, ઓબીસી, એસસી/ એસટી છે પરંતુ સરકાર જાતિ જનગણનાથી નાસી રહી છે. કોંગ્રેસ સરકાર જાતિ જણગણના કરાવશે જ તે મારું વચન છે. તેમણે કહ્યું દેશમાં બે રીમોટ કંટ્રોલ ચાલે છે અમારી પાસે જે રીમોટ છે તેને મેં કેમારાની સામે દબાવ્યો છેપરંતુ ભાજપ અને નરેન્દ્ર મોદી ગુપ્ત રીતે રીમોટ કંટ્રોલ દબાવે છે. અમે રીમોટ કંટ્રોલ દબાવીએ છીએ ત્યારે ખેડૂતોના ખાતામાં પૈસા જાય છે પરંતુ ભાજપ અને નરેન્દ્ર મોદી રીમોટ કંટ્રોલ દબાવે છે ત્યારે જાહેર ક્ષેત્રનું ખાનગી કરણ થઈ જાય છે અને જલ- જંગલ, જમીન અદાણીના પક્ષમાં જાય છે. અદાણીજીને મુંબઈનું વિમાનગૃહ મળી જાય છે. બીજી વાર રીમોટ દબાવે છે ત્યારે અદાણીને રેલ્વેનો ઠેકો મળી જાય છે.
રાહુલે કહ્યું જ્યારે મેં લોકસભામાં પૂછ્યું કે, 'મોદીજી આપને અદાણી સાથે શો સંબંધ છે ? તો તેનો જવાબ મળ્યો જેમાં મારી લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી.' રાહુલે વધુમાં કહ્યું દરેક કોંગ્રેસ શાસિત રાજ્યમાં જનતા શીર્ષ ઉપર છે અમારી સરકારો અદાણીજી દ્વારા ચલાવાતી નથી અમારા દરેક રીમોટ કંટ્રોલ જનતા માટે છે.
આ પૂર્વે રવિવારે રાહુલે એક મીડીયા એન્ક્લેવમાં કહ્યું કે, કોંગ્રેસ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તો નિશ્ચિત રીતે ચૂંટણી જીતશે રાજસ્થાનમાં યુદ્ધ ત્રાજવાના તોલે રહેશે.