ન્યાય-યાત્રામાં રાહુલ, પ્રિયંકા એક સાથે ખુલ્લી જીપમાં નીકળ્યા : ભાઈ-બહેનનું મુરાદાબાદમાં ભવ્ય સ્વાગત

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
ન્યાય-યાત્રામાં રાહુલ, પ્રિયંકા એક સાથે ખુલ્લી જીપમાં નીકળ્યા : ભાઈ-બહેનનું મુરાદાબાદમાં ભવ્ય સ્વાગત 1 - image


- મુરાદાબાદતો પ્રિયંકાનું સસુરાલ છે : કોંગ્રેસ પ.ઉ.પ્ર.ની ''યાત્રા'' માટે મુરાદાબાદને જ કેન્દ્ર બનાવ્યું છે

મુરાદાબાદ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ટ નેતા રાહુલ ગાંધીની ''ભારત જોડો ન્યાય-યાત્રા'' આજે (શનિવારે) મુરાદાબાદ પહોંચી હતી. ત્યારે માર્ગની બંને બાજુએ ઊભા રહેલા લોકોએ ''રાહુલ ગાંધી જિંદાબાદ, પ્રિયંકા-વાડ્રા ઝિંદાબાદ''ના નારા લગાવતા ભાઈ-બહેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે મુરાદાબાદ પ્રિયંકા ગાંધી વાડ્રાનું સસુરાલનું ગામ છે.

બે દિવસના વિશ્રામ પછી કોંગ્રેસની ન્યાય-યાત્રા ફરીથી શરૂ થઈ ચુકી છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી પસાર થનાર આ યાત્રાનું તે પુરતું મુખ્ય મથક કોંગ્રેસે મુરાદાબાદ જ રાખ્યું છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા મુરાદાબાદથી જ આ યાત્રામાં જોડાશે. તે તો છેલ્લા કેટલાક દિવસોથી નક્કી થઈ ગયું હતું. શનિવારે સવારે યાત્રા ે સ્થળેથી ફરી શરૂ થવાની હતી. ત્યાં વહેલી સવારથી જ લોકો એકઠા થઈ ગયા હતા અને માર્ગથી બંને બાજુએ ઉભા રહ્યા હતા. જીપમાં બેસી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા જયારે માર્ગ ઉપરથી પસાર થયા ત્યારે માર્ગથી બંને બાજુએ ઉભા રહેલા લોકોએ ''રાહુલ ગાંધી ઝિંદાવાદ, પ્રિયંકા ગાંધી વાડ્રા ઝિંદાબાદ''ના નારા લગાવ્યા હતા અને ભવ્ય સ્વાગત કર્યું હતું.

નિરીક્ષકો કહે છે કે રાહુલ ગાંધી તેમની આ ''યાત્રા'' દ્વારા લોકસભાની આગામી ચુંટણી સમયે પક્ષને ''તીખી-ધાર'' આપવાનો હેતુ છે. તેમાં મુરાદાબાદથી શરૂ થયેલા યાત્રાના આ ચરણને નિરીક્ષકો ઘણું જ મહત્વ આપે છે. આ યાત્રા મુરાદાબાદથી શરૂ થઈ ત્યારે ઉ.પ્ર.ના તમામ દિગ્ગજ નેતાઓ પણ તે સમયે ઉપસ્થિત હતા.

મુરાદાબાદ પ્રિયંકાનું સસુરાલ છે. મુરાદાબાદના વહુના આગમન માટે મુરાદાબાદના લોકો અને વિશેષત: કોંગ્રેસ કાર્યકરો, તેઓનું સ્વાગત કરવા ભારે ઉત્સાહમાં હતા. મુરાદાબાદથી સપા નેતા ચુંટણીમાં ઉભા રહેવાના છે. કોંગ્રેસના નેતા નહીં છતાં આ વિસ્તારમાં કોંગ્રેસનો પ્રભાવ પાથરવા આ ન્યાયયાત્રા ત્યાંથી પસાર કરાઈ હતી. તેનો પ્રારંભ જામા મસ્જિદથી શરૂ કરાયો. અમરોટા અને સંભલના માર્ગે આગ્રા તરફ જશે.


Google NewsGoogle News