Get The App

'રાહુલે સ્ટેજ પર પેચઅપ કરાવ્યું છતાં...' ચૂંટણી પહેલા આ રાજ્યમાં કોંગ્રેસમાં સંકટની સ્થિતિ!

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
'રાહુલે સ્ટેજ પર પેચઅપ કરાવ્યું છતાં...' ચૂંટણી પહેલા આ રાજ્યમાં કોંગ્રેસમાં સંકટની સ્થિતિ! 1 - image


Haryana Assembly Election: ગત વર્ષે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કારમી હાર મેળવ્યા બાદ કોંગ્રેસ હરિયાણામાં જીત માટે કમર કસી રહી છે. જેના માટે તે પાર્ટીની અંદરના વિખવાદને દૂર કરવાનો બનતો તમામ પ્રયાસ કરે છે. પાર્ટીની અંદરના મતભેદોને દૂર કરવા માટે કોંગ્રેસ ખૂબ જ સાવધાનીથી પગલાં લઈ રહી છે. જોકે, દેશની સૌથી જૂની પાર્ટીને તેમાં સફળતા મળતી હોય તેવું દેખાઈ નથી રહ્યું.  

શૈલજા અને હુડ્ડા વચ્ચે મતભેદ

રાહુલ ગાંધીએ ભલે દિગ્ગજ નેતા કુમારી શૈલજા અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને એક મંચ પર લાવી એકબીજા સાથે હાથ મિલાવી પેચઅપ કરાવ્યું, પરંતુ બંનેના સંબંધ એટલા સહજ નથી. કુમારી શૈલજાને જ્યારે એક ઈન્ટરવ્યુમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર હુડ્ડા સાથે તેમના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો બંનેની વચ્ચેની દૂરી સ્પષ્ટરૂપે ઉભરી આવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, હુડ્ડા સાથે છેલ્લીવાર ક્યારે વાત થઈ તો તે વિચારમાં પડી ગયાં. 

આ પણ વાંચોઃ ભાજપની મણિપુર સરકાર થઇ લાચાર! મૈતેઈ-કૂકીના ઝઘડામાં 2નાં બદલામાં 11 કેદીઓને મુક્ત કર્યા

2019 બાદ વાતચીત નથી થઈઃ શૈલજા

કુમારી શૈલજાના નિવેદનથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, આજે પણ બંને વચ્ચે દૂરી છે. કુમારી શૈલજાએ કહ્યું કે, 'હું યાદ કરવાનો પ્રયત્ન કરી રહી છું કે, મારી હુડ્ડાજી સાથે છેલ્લીવાર વાત ક્યારે થઈ હતી. જ્યારે હરિયાણા કોંગ્રેસની અધ્યક્ષ હતી તો ભૂપેન્દ્ર હુડ્ડા સાથે તેમની વાત થતી રહેતી. જોકે, 2019 માં વિધાનસભા ચૂંટણી બાદ વાતચીત નથી થતી.'

આ પણ વાંચોઃ જેલમાં નીચલી જાતિના કેદીઓથી સફાઈ...' સુપ્રીમ કોર્ટ ભડકી, ભેદભાવ અંગે આપ્યો મોટો આદેશ

જણાવી દઈએ કે, પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં એકતાનો પરિચય આપતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધીએ સોમવારે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા અને તેમની વિરોધી ગણાતી એવી સિરસા બેઠકથી સાંસદ કુમારી શૈલજાને સંકલ્પ યાત્રા શરૂ થાય તે પહેલાં હાથ મિલાવીને શુભકામના પાઠવી હતી. નારાયણગઢ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું વતન પણ છે.



Google NewsGoogle News