યુપીમાં રાહુલ ગાંધીનું અઢી દિવસનું રોકાણ શતરંજના ઘોડાનાં અઢી પગલાં સમાન
- સપા. ચિંતામાં, અન્ય પક્ષો પણ કોંગ્રેસની શેહમાં મુસ્લિમો માટે તો, કોંગ્રેસ આશાનાં કિરણ સમાન
નવી દિલ્હી/લખનૌ : શતરંજની રમતમાં ઘોડો ભલે વઝીરની જેમ ચારે તરફ ન ફરતો હોય અને માત્ર અઢી પગલાં જ ચાલતો હોય પરંતુ તે માત્ર અઢી પગલાં જ આવીને એવો ''ચક્ર-વ્યૂહ'' રચે છે કે જેમાંથી નીકળવું અસંભવ બને છે.
ભારત-જોડો-યાત્રા-દરમિયાન, રાહુલ ગાંધી પાસે ચાલવા માટે વધુ ચાલ પણ ન હતી. માત્ર અઢી દિવસનો જ સમય હતો. પરંતુ તે અઢી દિવસમાં શતરંજના ઘોડાનો અઢી પગલાં જેટલી ચાલ ચાલી. રાહુલ ગાંધીએ સપાને ચિંતામાં નાખી દીધો છે, અન્ય પક્ષોને કોંગ્રેસની 'શેહ'માં નાખી દીધા છે. મુસ્લીમો માટે તો તેઓએ કોંગ્રેસને આશાનાં કિરણ સમાન બનાવી દીધી છે.
કોંગ્રેસની 'ભારત-જોડો-યાત્રા' આજે ઉત્તર પ્રદેશમાંથી હરિયાણામાં પ્રવેશી છે. ઉત્તર પ્રદેશમાં માત્ર અઢી દિવસ જ ગાળવાથી રાહુલ કોંગ્રેસને ત્યાં બેઠી તો કરી શક્યા નથી પરંતુ રાજકીય વેન્ટીલેટર પર પડેલી પાર્ટીને ઓક્સિજન તો જરૂર આપી શક્યા છે, તેઓ માત્ર અઢી દિવસ માટે જ આવ્યા. પરંતુ ૨૦૨૪ ની ચુંટણી માટે એક મજબૂત રાજકીય આધાર રાખતા ગયા. યુપીની લોજી બોર્ડરથી, કૈરાના સુધીની તેમની યાત્રામાં ઉમટેલા મુસ્લીમ સમૂહ કોંગ્રેસમાં નવી ઊર્જા ભરી દીધી છે.તો સપા ચિંતામાં પડી ગઈ છે.
આ ''યાત્રા'' સફળ બનાવવા માટે કોંગ્રેસે જે રણનીતિ અપનાવી, તે સફળ રહી છે. તેથી ત્યાં અન્ય પક્ષો કોંગ્રેસના અશ્વથી શેહમાં આવી ગયા છે. આ યાત્રા જે જિલ્લાઓમાંથી પસાર થઈ ત્યાં મુસ્લીમ ભહુમતી છે. તે ગાઝીયાબાદ, બાગમત, શામલી અને કૈરાના જિલ્લામાંથી પસાર થઈ. અહીં મુસ્લીમો-નિર્ણાયક ભૂમિકામાં છે. મુસ્લીમો કોંગ્રેસના પરંપરાથી વોટર રહ્યા છે. રાહુલની યાત્રામાં ઉ.પ્ર.ના ખુણેખુણામાંથી લોકો ઉમટયા હતા તે રાય છે.