'રાહુલ ગાંધીનો જીવ જોખમમાં, રચાયું મોટું કાવતરું..' બિનકોંગ્રેસી દિગ્ગજના દાવાથી રાજકારણમાં હડકંપ
Sanjay Raut Big Claim : શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે આજે બુધવારે રાહુલ ગાંધી વિરુદ્ધ ષડયંત્ર અને તેમના જીવને જોખમ હોવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યમાં સત્તારૂઢ ભાજપ અને શિવસેનાના જનપ્રતિનિધિઓ તરફથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓની નિંદા કરી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચુપ્પી પર સવાલો ઉઠાવ્યાં હતા.
વડાપ્રધાન અને ગૃહમંત્રીના મૌનને વખોડીએ છીએ
તેમણે કહ્યું કે, 'અમે રાહુલ પર કરાયેલી ટિપ્પણીને લઈને વડાપ્રધાન અને ગૃહમંત્રીના મૌનને વખોડી કાઢીએ છીએ. રાહુલ વિપક્ષના નેતા છે અને તેમની પાસે કેબિનેટ રેન્ક છે. જ્યારે તમારા પક્ષના લોકો તેમના પર હુમલો કરવાની વાત કરે છે અને તમે મૌન રહો છો.'
આ પણ વાંચો : હવે વિદ્યાર્થીઓ વાહન લઈને સ્કૂલે ગયા તો વાલીની ખેર નહીં... DEO, RTO અને પોલીસ સાથે મળીને ડ્રાઇવ યોજશે
રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખ રૂપિયાનું ઈનામ
શિવસેનાના રાજ્યસભાના સદસ્યએ કહ્યું કે, 'આ સહન કરી શકાય નહીં. રાહુલ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેમના જીવને જોખમ છે. કેટલાક લોકો તેમના પર હુમલો કરવાનું વિચારી રહ્યા છે.' બુલઢાણાના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે અનામત અંગેની ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : પેજર બાદ વોકી-ટોકીઝમાં વિસ્ફોટથી હડકંપ, લેબનાનમાં ફરી બની સીરિયલ બ્લાસ્ટની ઘટના
જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાહુલે શું કહ્યું?
તાજેતરમાં અમેરિકા મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, 'કોંગ્રેસ ત્યારે જ આરક્ષણ ખતમ કરવાનું વિચારશે જ્યારે દેશમાં દરેકને સમાન તકો મળવા લાગશે. હાલમાં ભારતમાં આવી સ્થિતિ નથી.'