રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ફયૂઅલ ખલાસ, ચુંટણી પ્રચાર અટકાવવો પડયો, અહી કર્યો છે રાતવાસો

મધ્યપ્રદેશના શહડોલમાં ચૂંટણી સભા સંબોધીને રાતવાસો કરવો પડયો

વરસાદ અને કરા પડવાથી ખરાબ હવામાનમાં ફયૂઅલ લાવી શકાયું ન હતું.

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ફયૂઅલ ખલાસ, ચુંટણી પ્રચાર અટકાવવો પડયો, અહી કર્યો છે રાતવાસો 1 - image


જબલપુર,૮ એપ્રિલ,૨૦૨૪,સોમવાર 

લોકસભા ચુંટણી માટેનો પ્રચાર ધીમે ધીેમે વેગ પકડી રહયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના શહડોલમાં ચુંટણીસભાને સંબોધવા માટે પહોંચ્યા હતા. સભા સમાપ્ત થયા પછી હેલીકોપ્ટરમાં બેસીને ચૂંટણી પ્રચાર માટે આગળ વધી રહયા હતા ત્યારે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખરાબી સર્જાઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં ફયૂઅલ ઓછું હોવાથી ઉડી શકે તેવી સ્થિતિમાં ન હતું.

આથી રાહુલગાંધીએ આગળનો ચુંટણી પ્રચાર અટકાવી દેવાની ફરજ પડી હતી એટલું જ નહી શહડોલમાં જ રાતવાસો કરવાની ફરજ પડી છે. શહડોલના એસપીના જણાવ્યા અનુસાર ફયૂઅલ ઓછું હોવાથી રાહુલગાંધીનું ઉડાણ ભરી શકય ન હતું. હેલિકોપ્ટર માટે જબલપૂરથી ફયૂઅલ મંગાવવામાં આવ્યું હતું પરંતુ સમયસર લાવી શકાયું ન હોવાથી રાત રોકાણ કરવું પડયું છે.

શહડોલમાં વરસાદ અને કરા પડવાની સાથે હવામાનમાં નાટયાત્મક ફેરફાર થતા ફયૂઅલ લાવી શકાયું ન હતું.રાહુલ ગાંધી શહેડોલમાં એક હોટલમાં રોકાયા હોવાની વાતને મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ પણ પુષ્ટી આપી છે. શહેડોલમાં યોજાયેલી ચુંટણી સભામાં રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ આદિવાસીઓને દેશના માલિક ગણાવ્યા હતા. મંડલા અને શહડોલ આદિવાસી બહુમતિ ધરાવતી બેઠકો છે જયાં પ્રથમ ફેઝમાં ૧૯ એપ્રિલના રોજ મતદાન થવાનું છે. 


Google NewsGoogle News