સત્યમ, શિવમ, સુંદરમ્..., રાહુલ ગાંધીએ પોસ્ટ શેર કરી જણાવ્યું એક હિંદુ કેવો હોવો જોઈએ, દોઢ પાનાનો લેખ કર્યો શેર

રાહુલ ગાંધીએ હિંદુ ધર્મ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
સત્યમ, શિવમ, સુંદરમ્..., રાહુલ ગાંધીએ પોસ્ટ શેર કરી જણાવ્યું એક હિંદુ કેવો હોવો જોઈએ, દોઢ પાનાનો લેખ કર્યો શેર 1 - image


Rahul Gandhi writes Satyam Shivam Sundaram : ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર અવારનવાર તેના નિવેદન અને તસવીરોને લીધે વાયરલ થાય છે. એવામાં હાલ વધુ એક પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધી ચર્ચામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે સત્યમ શિવમ સુંદરમ એવું હેડિંગ લખી નીચે  તસવીર પોસ્ટ કરી હતી. જે તસવીરોમાં વારંવાર તેમણે હિંદુનો ઉલેખ્ખ કર્યો છે. 

સત્યમ શિવમ સુંદરમ... સાથે રાહુલ ગાંધીએ પોસ્ટ કરી શેર 

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે, "સત્યમ શિવમ સુંદરમ...એક હિંદુ ઉદારતાથી તેના અસ્તિત્વમાં તમામ વાતાવરણને કરુણા અને ગૌરવ સાથે સ્વીકારે છે, કારણ કે તે જાણે છે કે જીવનના આ મહાસાગરમાં આપણે બધા ડૂબી રહ્યા છીએ. નિર્બળના કર્તવ્ય રક્ષણ જ હિંદુ ધર્મ છે.

હિન્દુ વિશે શું લખ્યું હતું?

રાહુલ ગાંધીએ પોસ્ટ કરેલી તસવીરમાં લખ્યું હતું કે, એક હિંદુમાં પોતાના ડરને ઊંડાણપૂર્વક જોવાની અને તેને સ્વીકારવાની હિંમત હોય છે. જીવનની સફરમાં તે ડરના દુશ્મનને મિત્રમાં પરિવર્તિત કરવાનું શીખે છે. તે ક્યારેય વર્ચસ્વ જમાવી શકતો નથી, પરંતુ તેના બદલે એક ગાઢ મિત્ર બનીને તેને આગળનો રસ્તો બતાવે છે.હિંદુનો આત્મા એટલો નબળો નથી હોતો કે તે તેના ડરના નિયંત્રણમાં આવે અને કોઈપણ પ્રકારના ક્રોધ, દ્વેષ અથવા દ્વેષનું માધ્યમ બની જાય.

  સત્યમ, શિવમ, સુંદરમ્..., રાહુલ ગાંધીએ પોસ્ટ શેર કરી જણાવ્યું એક હિંદુ કેવો હોવો જોઈએ, દોઢ પાનાનો લેખ કર્યો શેર 2 - image

રાહુલ ગાંધીનું હિન્દુત્વ કાર્ડ 

લેખમાં વધુમાં લખેલું હતું કે, હિંદુ તમામ જીવોને પ્રેમ કરે છે. તે જાણે છે કે દરેકનો પોતાનો માર્ગ અને દરિયામાં તરવાની રીત અલગ છે. દરેકને પોતાના માર્ગ પર ચાલવાનો અધિકાર છે. તે બધા માર્ગોને પ્રેમ કરે છે, દરેકને આદર આપે છે અને તેમની હાજરી સ્વીકારે છે.  તમને જણાવી દઈએ કે કેન્દ્રમાં ભાજપ સરકાર વિરુદ્ધ રચાયેલા વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. તાજેતરમાં આમાં સામેલ પક્ષોના કેટલાક નેતાઓએ હિન્દુત્વને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. આ અંગે ભાજપે કોંગ્રેસને ઘેરી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સત્યમ શિવમ સુંદરમ પર રાહુલ ગાંધીની પોસ્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ દેખાડી હિંદુત્વની તાકાત 

આ પોસ્ટમાં હિંદુની તાકાત બતાવતા તેમણે લખ્યું હતું કે, હિંદુ પાસે ડરને ઊંડાણપૂર્વક જોવાની અને તેને સ્વીકારવાની શક્તિ હોય છે. જીવનના આ સફરમાં ભયના સમયે તે દુશ્મનીને મિત્રતામાં  બદલતા શીખે છે. હિંદુનો આત્મા એટલો નબળો નથી કે ભયના પ્રભાવ હેઠળ કોઈપણ પ્રકારના ક્રોધ, દ્વેષ કે બદલો લેવાનું માધ્યમ બની જાય. હિંદુ જાણે છે કે વિશ્વનું તમામ જ્ઞાન સામૂહિક છે અને તે તમામ લોકોની ઇચ્છાશક્તિ અને પ્રયત્નોથી ઉત્પન્ન થયું છે. તે કોઈ વ્યક્તિની મિલકત નથી. 


Google NewsGoogle News