મધ્યપ્રદેશમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની તૈયારી શરૂ, CMના વિસ્તારમાં યોજાશે રાહુલની જાહેરસભા
લોકસભા ચૂંટણી અને યાત્રાને લઈ ભોપાલમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ
મધ્યપ્રદેશમાં રાહુલની જાહેરસભા અને રોડ શો યોજવાની બેઠકમાં યોજના ઘડાઈ
Bharat Jodo Nyay Yatra : મધ્યપ્રદેશમાં કમલ નાથનો મામલો શાંત પડ્યા બાદ કોંગ્રેસે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ યોજવા રણનીતિ ઘડી કાઢી છે. આજે રાજધાની ભોપાલમાં લોકસભા ચૂંટણી અને યાત્રાને લઈ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધીના તમામ કાર્યક્રમની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે.
CMના ગઢમાં રાહુલની જાહેરસભા યોજાશે
મળતા અહેવાલો મુજબ રાહુલ મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં મહાકાલ (Mahakal)ના દર્શન કરશે અને મુખ્યમંત્રીના વિસ્તારમાં જાહેરસભા પણ યોજશે. કોંગ્રેસના કાર્યક્રમ મુજબ મધ્યપ્રદેશમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બાબા મહાકાલના દર્શન કરશે. આ ઉપરાંત તેઓ રાજ્યના મુખ્યમંત્રી અને ઉજ્જૈન દક્ષિણ બેઠક પરના ધારાસભ્ય ડૉ.મોહન યાદવ (CM Dr Mohan Yadav)ના ગઢમાં જાહેરસભામાં સંબોધન પણ કરશે.
રાહુલ ખેડૂતો સાથે સંવાદ કરશે
કોંગ્રેસ (Congress)ની બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય કોંગ્રેસ એકમના અધ્યક્ષ જીતુ પટવારી (Jitu Patwari)એ કહ્યું કે, ‘આજની બેઠકમાં પૂર્વ PCC વડા કમલ નાથ સહિત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ સામેલ થયા હતા. કેટલાક નેતાઓ ભોપાલ ન આવી શકતા તેઓ વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા હતા. રાહુલ ગાંધી યાત્રા દરમિયાન ખેડૂતો સાથે સંવાદ કરશે. જ્યારે કમલ નાથ (Kamal Nath) બેઠકમાં ઓનલાઈન જોડાયા હતા અને તેમણે ભારત જોડો યાત્રામાં રહેવા નિવેદન આપ્યું છે, તેથી BJP અને મીડિયા પાસે હવે કોઈપણ મસાલો બચ્યો નથી.’
प्रदेश कांग्रेस कार्यालय में श्री राहुल गाँधी जी की भारत जोड़ो न्याय यात्रा को लेकर हुई महत्वपूर्ण बैठक के बाद प्रदेश कांग्रेस अध्यक्ष श्री जीतू पटवारी जी ने मीडिया से बात की। pic.twitter.com/d86tpiD5Uw
— MP Congress (@INCMP) February 20, 2024
યાત્રાની તમામ રૂપરેખા તૈયાર
કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રા અંગે મોટી રણનીતિ ઘડી કાઢી છે. આ અંગે રાજ્ય પ્રભારી ભંવર જિતેન્દ્ર સિંહે (Bhanwar Jitendra Singh) કહ્યું કે, ‘રાહુલ ગાંધીની મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં યોજાનાર યાત્રાની તમામ રૂપરેખા તૈયાર કરી દેવાઈ છે. તેઓ રાજ્યમાં ખેડૂતો, યુવાઓ, બેરોજગાર, આદિવાસીઓની અવાજ ઉઠાવશે. આ તમામ લોકો સાથે તેઓ સંવાદ કરશે.’
ગુનામાં રાહુલનો રોડ શો યોજાશે
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે (Digvijaya Singh) કહ્યું કે, રાહુલ ગાંધી આગામી ચાર માર્ચે ગુના પહોંચશે. યાત્રાને લઈ કાર્યકર્તાઓમાં પણ ઘણો ઉત્સાહ છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. આ માટે તમામ લોકો એક થઈને કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીને ગુનામાં રોડ શો પણ યોજવામાં આવશે.