VIDEO : 'કંઈ બચતું જ થતી નથી..' રાહુલ ગાંધીને પોતાની દુકાને જોઈ વાળંદનું છલકાયું દર્દ
Rahul Gandhi Visits Local Barber Shop: લોકસભામાં વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક સ્થાનિક વાળંદની દુકાનની મુલાકાત લીધી અને તેમની દુર્દશા સાંભળી. કોંગ્રેસ નેતાએ વાળંદ સાથેની તેમની વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં રાહુલ ખુરશી પર બેઠેલો જોવા મળી રહ્યો છે, જ્યારે અજીત નામનો વાળંદ તેની દાઢી બનાવી રહ્યો છે. અજીતે રાહુલ ગાંધીને જણાવ્યું કે, આખો દિવસ કામ કરવા છતાં દિવસના અંતે કંઈ પૈસા બચતા નથી.
"कुछ नहीं बचता है!"
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2024
अजीत भाई के ये चार शब्द और उनके आसूं आज भारत के हर मेहनतकश गरीब और मध्यमवर्गीय की कहानी बयां कर रहे हैं।
नाई से लेकर मोची, कुम्हार से लेकर बढ़ई - घटती आमदनी और बढ़ती महंगाई ने हाथ से काम करने वालों से अपनी दुकान, अपना मकान और स्वाभिमान तक के अरमान छीन लिए… pic.twitter.com/1gYGdui2ll
રાહુલ ગાંધીએ શેર કર્યો વીડિયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું કે, 'કંઈ બચતું નથી!'
અજીતભાઈના આ ચાર શબ્દો અને તેમના આંસુ આજે ભારતના દરેક કામદાર અને ગરીબ લોકોની વાત કહી રહ્યા છે.
વાળંદથી લઈને મોચી, કુંભારથી લઈને સુથાર... બધાની આવક અને વધતી જતી મોંઘવારીએ કામદારો પાસેથી તેમની દુકાન, તેમના ઘર અને તેમના સ્વાભિમાન સુધીની બધી જ અપેક્ષાઓ છીનવી લીધી છે.
આવક અને બચતમાં વધારો કરે અને એક એવો સમાજ જ્યાં પ્રતિભાને હક મળે અને સખત મહેનતનું દરેક પગલું તમને પ્રગતિની સીડીઓ ચઢાવે એવા આધુનિક પગલાં અને નવી યોજનાઓની વર્તમાન સમયમાં જરૂર છે.
રાહુલ ગાંધી વારંવાર સ્થાનિક મજૂરો સાથેની વાતચીત શેર કરે છે
રાહુલ ગાંધીએ વારંવાર સોશિયલ મીડિયા પર કુલી, મોચી અને વાળંદ સહિતના સ્થાનિક મજૂરો સાથેની થયેલી પોતાની વાતચીત શેર કરતા રહે છે. આ વર્ષની શરૂઆતમાં, લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક વાળંદની દુકાનમાં ગયા હતા અને તેના વાળ કપાવીને અને દાઢી ટ્રીમ કરાવી હતી. તેનો પણ એક વીડિયો શેર કર્યો હતો. તેમજ બાદમાં તે વાળંદને તેની દુકાન માટે ઘણો સામાન પણ મોકલ્યો હતો.