હું તમારો ભાઈ છું, આ વિષય પર રાજકારણ નહીં કરું: મણિપુરમાં બોલ્યા રાહુલ ગાંધી

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi in Manipur


Rahul Gandhi Visits Manipur: મણિપુરમાં હિંસા રોકાવાનું નામ નથી લઇ રહી. વારંવાર ત્યાંથી હૃદય કંપાવનારી દુઃખદ ઘટનાઓ સામે આવે છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મણીપુર પહોંચ્યા છે. રાજ્યમાં લોકોને મળ્યા બાદ તેમણે ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મણિપુરના લોકોને આશ્વાસન પાઠવ્યું હતું અને શાંતી સ્થાપવા અપીલ કરી હતી. તેમજ વડાપ્રધાન મોદીને મણિપુરની મુલાકાત લેવા અપીલ કરી હતી.


આખો મણિપુર દર્દમાંથી પસાર થઇ રહ્યો છે

પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, જ્યારથી અહીં વિવાદ શરૂ થયું છે ત્યારથી હું અહીં ત્રીજીવાર આવ્યો છું. હું ઘણા કેમ્પમાં ગયો, લોકોથી વાત કરી અને તેમનું દર્દ સાંભળ્યું. અહીંયા શાંતી સ્થાપિત કરવી ખૂબ જ જરૂરી છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, હું રાજ્યના લોકોને કહેવા માંગુ છું કે હું તમારો ભાઇ છું. શાંતિ સ્થાપવા માટે અમે પ્રયત્નો કરીશું. મેં રાજ્યપાલ જોડે વાત કરી છે. હું આ અંગે રાજકારણ નહીં કરું. આખો મણિપુર દર્દમાંથી પસાર થઇ રહ્યો છે. રાજ્યના લોકોને જ્યારે મારી અને કોંગ્રેસની જરૂરત હશે, અમે તેમની સાથે ઉભા રહીશું.



વિચાર્યું હતું કે પરિસ્થિતિમાં સુધારો થયો હશે

રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં વિચાર્યું હતું કે પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો હશે, પરંતુ મને દુઃખ છે કે આવું નથી થયું. હું ફક્ત આટલું કહેવા માગું છું કે ધૃણા અને હિંસાથી સમાધાન નથી થાય, પરંતુ પ્રેમ અને બંધુત્વથી વાત બની શકે છે. હિંસાએ લોકોને બરબાદ કરી દીધા છે. મણિપુરમાં જે થઇ રહ્યું છે, તેવું આખા ભારતમાં ક્યાંય નથી જોયું.


વડાપ્રધાનને કરી અપીલ

રાહુલે કહ્યું કે, મને નથી લાગતું કે અહીં સુધારો થઇ રહ્યો છે. હું PM મોદીથી કહેવા માગું છું કે, મણિપુર એક પ્રદેશ છે. તેમને અહીં ઘણા સમય પહેલા આવવું જોઇતું હતું. સમગ્ર મણિપુર ઇચ્છે છે કે તેઓ અહીં આવે અને તેમની વાત સાંભળે. આનાથી મણિપુરના લોકોને ખુબ ફાયદો થશે. તાજેતરમાં જ રાહુલે કહ્યું હતું કે વડાપ્રધાન દરેક જગ્યાએ ગયા પરંતુ હજુ સુધી મણિપુર નથી ગયા. ગત વર્ષે 3 મેએ જાતિય હિંસા ફાટી નીકળતા 200થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો નિરાશ્રિત થયા હતા.


શું છે હિંસાનું કારણ?

રાજ્યમાં આ હિંસા ત્યારે શરૂ થઇ જ્યારે મૈતેઇ સમાજને અનુસૂચિત જનજાતી (એસટી)માં સામેલ કરવાની માગના વિરોધમાં રાજ્યના પર્વતીય વિસ્તારોમાં આદિવાસી એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મણિપુરમાં જાતીય હિંસાને શાંત કરાવવા માટે અત્યાર સુધી વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને વારંવાર અહીંથી ગોળીબારની ઘટનાઓ પણ સામે આવે છે.


Google NewsGoogle News