રાહુલ ગાંધીએ સુથારીકામ પર હાથ અજમાવ્યો, એશિયાના સૌથી મોટા ફર્નિચર માર્કેટની લીધી મુલાકાત

એક કે બે નહી પરંતુ પાંચ કલાક સુધી ફર્નિચર માર્કેટમાં રોકાયા હતા.

અચાનક જ રાહુલ ગાંધીને જોઇને કારીગરો દંગ રહી ગયા હતા.

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
રાહુલ ગાંધીએ સુથારીકામ પર હાથ અજમાવ્યો,  એશિયાના સૌથી મોટા ફર્નિચર માર્કેટની લીધી મુલાકાત 1 - image


નવી દિલ્હી,૨૮ સપ્ટેમ્બર,૨૦૨૩,ગુરુવાર 

 રાહુલ ગાંધી એક કોમનમેનની જેમ વિવિધ સ્થળોએ મુલાકાતે જાય છે. થોડાક સમય પહેલા દિલ્હીના આનંદ વિહાર જંકશનમાં રેલવેમાં કુલીનું કામ કરતા મજૂરો સાથે મુલાકાત કરીને ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં દિલ્હીના કીર્તિનગર વિસ્તારમાં આવેલા એશિયાના સૌથી મોટા ફર્નીચર માર્કેટ જઇને કારીગરોની મુલાકાત લીધી હતી.

રાહુલ ગાંધીએ આ અંગે સોશિયલ મીડિયા એકસ પર ફોટો શેર કરતા જણાવ્યું હતું કે આ લોકો અત્યંત મહેનતુ હોવાની સાથે અદભૂત કલાકારો પણ છે. ટકાઉ સુંદર કલાત્મકતા તરાસવામાં માહિર છે. ખૂબ વાતો કરી, સમગ્ર કળા અંગે જાણવા પ્રયાસ કર્યો અને થોડૂક શીખવાની પણ કોશિશ કરી.

રાહુલ ગાંધીએ સુથારીકામ પર હાથ અજમાવ્યો,  એશિયાના સૌથી મોટા ફર્નિચર માર્કેટની લીધી મુલાકાત 2 - image

 પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ગાંધી એક કે બે નહી પરંતુ પાંચ કલાક સુધી ફર્નિચર માર્કેટમાં રોકાયા હતા. ફર્નિચર માર્કેટમાં ફેકટરી નંબર ૧૯૮માં પહોંચ્યા હતા. રોજીંદા સમયે કામ કરી રહેલા કારીગરોેને કલ્પના પણ ન હતી કે તેમની મુલાકાત રાહુલ ગાંધી સાથે થવાની છે. અચાનક જ રાહુલ ગાંધીને જોઇને કારીગરો દંગ રહી ગયા હતા.

કીર્તિનગર ફર્નિચર માર્કેટના આગેવાન રમેશ પોપલીએ રાહુલ ગાંધીને પધારવા આમંત્રણ આપ્યું હતું તેનાથી કારીગરો અજાણ હતા. રમેશ પોપલી કોંગ્રેસના નેતા છે. પોપલીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી મહેનતકશ કારીગરોના દૂખ દર્દને સાંભળવા માટે અને લોકોના મંતવ્યો જાણવા માટે કિર્તીનગરમાં આવેલા વિશાળ ફર્નિચર માર્કેટમાં ફર્યા હતા. 


Google NewsGoogle News