Get The App

VIDEO: 15 ઓગસ્ટ પહેલા જ લાવીશું ભરતી યોજના: રાહુલ ગાંધીએ કર્યો 30 લાખ રોજગાર આપવાનો વાયદો

Updated: May 9th, 2024


Google NewsGoogle News
VIDEO: 15 ઓગસ્ટ પહેલા જ લાવીશું ભરતી યોજના: રાહુલ ગાંધીએ કર્યો 30 લાખ રોજગાર આપવાનો વાયદો 1 - image


Rahul Gandhi Attack On PM Modi : દેશભરમાં લોકસભા ચૂંટણીનું ધમધમાટ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિવિદ પક્ષોના નેતાઓ અને ઉમેદવારો વિવાદાસ્પદ નિવેદન, વાણીવિલાસ કરવાની સાથે વચનોની વર્ષા પણ કરી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને મનાવવા માટે તમામ મોરચે દોડધામ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભરતી યોજના, રોજગાર અંગે નિવેદન આપવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

નરેન્દ્ર મોદીના જુઠ્ઠા પ્રચારથી ભટકાતા નહીં : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સોશિયલ મીડિયા એક્સ પર વીડિયો શેર કરીને કહ્યું છે કે, ‘દેશના યુવાઓ! ચોથી જૂને INDIAની સરકાર બનવાની છે અને અમારી ગેરેન્ટી છે કે, 15 ઓગસ્ટ સુધીમાં અમે 30 લાખ ખાલી સરકારી જગ્યાઓ પર ભરતીનું કામ શરૂ કરીશું. નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના જૂઠ્ઠા પ્રચારથી ભટકાઈ ન જતા. પોતાના મુદ્દાઓ પર અડીખમ રહેજો. INDIAનું સાંભળો, નફરત નહીં, નોકરી પસંદ કરો.’

‘નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને’

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘દેશની શક્તિ અને દેશના યુવાઓ... નરેન્દ્ર મોદીના હાથમાંથી ચૂંટણી સરકી રહી છે. તેઓ ભારતના વડાપ્રધાન નહીં બને. તેમણે નિર્ણય લઈ લીધો છે કે, તમારું ધ્યાન આગામી ચાર-પાંચ દિવસ સુધી ભટકારી નાખવાનું છે, કોઈક ને કોઈ ડ્રામા કરવાના છે. પરંતુ તમારે તમારું ધ્યાન ભટકાવવાનું નથી. સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે.’

રાહુલે કર્યો 30 લાખ રોજગાર આપવાનો વાયદો 

તેમણે કહ્યું કે, ‘તમને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બે કરોડ યુવાઓને રોજગારી આપીશું, પરંતુ તેમણે ખોટું બોલ્યું, નોટબંધી કરી, ખોટીરીતે જીએસટી લાગુ કરી અને અદાણી જેવા લોકો માટે તમામ કામો કર્યા. ચાર જૂને I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનવાની છે. 15 ઓગસ્ટ સુધીમાં ભરોસા યોજના હેઠળ 30 લાખ યુવાઓને રોજગારી આપવાનું કામ શરૂ કરી દેવાશે.’

13મી મેએ ચોથા તબક્કાનું મતદાન

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.


Google NewsGoogle News