Get The App

હરિયાણામાં પરાજય બાદ I.N.D.I.A.માં વિખવાદ! ઉદ્ધવસેના બાદ હવે RJDએ પણ કોંગ્રેસનું ટેન્શન વધાર્યું

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
હરિયાણામાં પરાજય બાદ I.N.D.I.A.માં વિખવાદ! ઉદ્ધવસેના બાદ હવે RJDએ પણ કોંગ્રેસનું ટેન્શન વધાર્યું 1 - image


Jharkhand Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીઓમાં હાર થાય બાદ કોંગ્રેસ અનેક પડકારોનો સામનો કરી રહી છે. કોંગ્રેસે એક તરફ હરિયાણામાં હાર જોવાની નોબત આવી છે, તો બીજીતરફ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં મતભેદના કારણે પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે. હાલ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, આ ઉપરાંત ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈ રાષ્ટ્રીય જનતા દળ પણ કોંગ્રેસ અને હેમંત સોરેનથી નારાજ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. હરિયાણાના પરિણામો બાદ કોંગ્રેસ વિરુદ્ધ ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોનું કડક વલણ જોવા મળી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે એવા સવાલો થઈ રહ્યા છે કે, શું ઈન્ડિયા ગઠબંધનમાં બધુ બરાબર ચાલે છે?

હરિયાણામાં હાર મુદ્દે કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર

વાસ્તવમાં એવું કહેવાય છે કે, કોંગ્રેસે (Congress) હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Election 2024) માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સાથે ગઠબંધન કર્યું હોત તો તેને ફાયદો થાત અને રાજ્યમાં કોંગ્રેસ સત્તાધારી પાર્ટી બનીને ઉભરી આવી હોત. પરિણામ બાદ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ આત્મવિશ્વાસુ હોવાનો આક્ષેપ કર્યો હતો. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કોંગ્રેસને સલાહ આપતા કીધું હતું કે, ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ? ઠાકરે સાથે ભાજપના દિગ્ગજની ગુપચુપ મુલાકાતથી MVAમાં હડકંપ

ઠાકરેએ પણ કોંગ્રેસ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા બાદ મહારાષ્ટ્રમાં ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ શિવસેના યુબીટી (Shiv Sena UBT)એ પણ કોંગ્રેસને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે. એટલું જ નહીં શિવસેના જૂથના સાંસદ સંજય રાઉતે હરિયાણામાં ભાજપની જીતના વખાણ પણ કર્યા છે.

RJD કોંગ્રેસ-JMMથી નારાજ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રય જનતા દળ (RJD) એક થઈને ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને (CM Hemant Soren) શનિવારે (19 ઓક્ટોબરે) ચૂંટણી અંગે જાહેર કરી છે કે, જેએમએમ અને કોંગ્રેસ 70 બેઠકો પર ચૂંટણી લડશે. આ જાહેરાત બાદ આરજેડી નારાજ થયું છે. આરજેડીના સાંસદ મનોજ ઝાએ રવિવારે (20 ઓક્ટોબરે) કહ્યું છે કે, અમારી પાર્ટીની ઝારખંડની 18થી 20 બેઠકો પર પકડ મજબૂત છે અને અમને 12-13 બેઠકોથી જોઈએ છે.

આ પણ વાંચો : ગરીબી રેખા નીચે જીવતાં સૌથી વધુ લોકો ભારતમાં, 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાનો સરકારી દાવો પોકળ


Google NewsGoogle News