રાહુલ ગાંધીએ કાફલો છોડી ટેક્સીમાં કરી મુસાફરી, ડ્રાઇવરે કહ્યું- CNGના ભાવ વધ્યા પણ ભાડું નહીં

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi Cab Ride


Rahul Gandhi Cab Ride: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર નવા અંદાજમાં જોવા મળ્યા હતા. સોમવારે (19મી ઑગસ્ટ) તેમણે કેબ બુક કરાવી અને પછી રાઈડ પર નીકળી ગયા હતા. આ દરમિયાન તેમણે ટેક્સી ડ્રાઈવર સુનીલ ઉપાધ્યાય સાથે લાંબી વાતચીત કરી હતી. તેમના પરિવાર સાથે ફોન પર વાત કરી. રાહુલ ગાંધીએ ટેક્સી ડ્રાઈવરના જીવનની મુશ્કેલીઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

રાહુલ ગાંધીના સવાલ પર સુનીલ ઉપાધ્યાયે શું કહ્યું?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વાતચીત કરતા ટેક્સી ડ્રાઈવર સુનીલ ઉપાધ્યાયે પોતાની સમસ્યા જણાવી હતી. કોંગ્રેસ સાંસદે પૂછ્યું કે, 'તમે કેટલા કલાક ટેક્સી ચલાવો છો?' સુનીલ ઉપાધ્યાયે કહ્યું કે, 'કોઈ સમય નથી. ઘણી વખત હું બે દિવસ સુધી ટેક્સી ચલાવું છું. પહેલા જ્યારે સી.એન.જી.નો ભાવ 30 રૂપિયા હતો. ત્યારે કાર આ જ રેટથી ચાલતી હતી અને આજે જ્યારે 90-95 રૂપિયા થઈ ગઈ છે ત્યારે પણ આ જ રેટથી કાર ચાલી રહી છે. સી.એન.જીના ભાવ વધી રહ્યા છે, પરંતુ ભાડું વધુ વધી રહ્યું નથી.'

કયા પ્રકારના ફેરફારોની જરૂર છે?

વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું કે, 'આ સેક્ટરમાં કયા પ્રકારના ફેરફારોની જરૂર છે?' ટેક્સી ડ્રાઈવર સુનીલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 'લઘુત્તમ વેતનનું મળે જેથી ડ્રાઈવરો કપાત બાદ તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે પૂરતી કમાણી કરી શકે.'

સુનીલ ઉપાધ્યાયે રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે, 'આ સમયે દેશના તમામ ટેક્સી ડ્રાઈવરો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેઓ કારના હપ્તા પણ ભરી રહ્યા નથી. દર નક્કી થશે ત્યારે જ સ્થિતિ સુધરશે. આવી સિસ્ટમ બનાવવી જોઈએ જેથી કંપનીઓએ ન્યૂનતમ ચૂકવણી કરવી પડે. છેલ્લા ત્રણ વર્ષથી હું જોઈ રહ્યો છું કે એવો કોઈ દિવસ નથી આવ્યો જ્યારે મેં 5000 રૂપિયામાં કામ કર્યું હોય.'

રાહુલ ગાંધીએ સુનીલના પરિવારજ સાથે ભોજન કર્યું

રાહુલ ગાંધી ટેક્સી ડ્રાઈવર સુનીલ ઉપાધ્યાયના પરિવારને પણ ભોજન માટે રેસ્ટોરન્ટમાં લઈ ગયા હતા. આ દરમિયાન તેમણે બાળકો સાથે વાતચીત કરી અને ગીફ્ટ પણ આપી હતી. સુનીલ મૂળ ઉત્તર પ્રદેશના એટા રહેવાસી છે અને તે દિલ્હીમાં ટેક્સી ચલાવે છે અને પરિવાર સાથે રહે છે.

રાહુલ ગાંધીએ કાફલો છોડી ટેક્સીમાં કરી મુસાફરી, ડ્રાઇવરે કહ્યું- CNGના ભાવ વધ્યા પણ ભાડું નહીં 2 - image


Google NewsGoogle News