રાહુલ ગાંધીએ મૉસ્કોમાં આતંકવાદી હુમલાની નિંદા કરી, કહ્યું- 'રશિયાના લોકો સાથે ઉભો છું'

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીએ મૉસ્કોમાં આતંકવાદી હુમલાની નિંદા કરી, કહ્યું- 'રશિયાના લોકો સાથે ઉભો છું' 1 - image


Moscow Attack : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રશિયાની રાજધાની મૉસ્કોની નજીક એક કાર્યક્રમ સ્થળે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, રશિયાના લોકોની સાથે છું.

મૉસ્કો ટેરરિસ્ટ એટેક પર શું બોલ્યા રાહુલ ગાંધી?

વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સત્તાવાર 'X' હેન્ડલ પર શનિવારે (23 માર્ચ) પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, 'મૉસ્કોમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાથી અસરગ્રસ્ત પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. હું હિંસાના આ જઘન્ય કૃત્યની આકરી નિંદા કરું છું અને રશિયાના લોકોની સાથે એકજુટતાથી ઉભો છું.'

વડાપ્રધાન મોદીએ ગણાવ્યો જઘન્ય આતંકવાદી હુમલો

જણાવી દઈએ કે, ભારત સહિત અનેક દેશોએ રશિયામાં થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 'X' હેન્ડલના માધ્યમથી મૉસ્કોમાં થયેલા હુમલાને જઘન્ય આતંકી હુમલો ગણાવ્યો અને તેમની નિંદા કરતા કહ્યું કે, 'પીડિત પરિવારો સાથે મારી સંવેદનાઓ અને પ્રાથના છે. દુઃખના આ સમયમાં ભારત રશિયન સરકાર અને લોકોની સાથે એકજુટતાથી ઉભું છે.'

મૉસ્કોમાં થયેલા આતંકવાદી હુમલામાં 130થી વધુના મોત

રશિયાના ક્રોકસ સિટી હૉલમાં કૉન્સર્ટ કોમ્પ્લેક્સમાં શુક્રવાર (22 માર્ચ) સાંજે કેટલાક બંદુકધારીઓએ ત્યાં હાજર લોકોના ટોળા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને બ્લાસ્ટ કર્યા હતા. રશિયન મીડિયાના અનુસાર, હુમલાખોર સૈનાની વર્દીમાં હતા અને તેમણે ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

જે સમયે હુમલો થયો તે સમયે કાર્યક્રમ સ્થળ લોકોથી ખીચોખીચનું ભરેલું હતું. રશિયન તપાસ એજન્સીના અનુસાર, આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોનો આંકડો 133 સુધી પહોંચ્યો છે અને તે હજુ વધે તેવી શક્યતાઓ છે કારણ કે હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં કેટલાક બાળકો પણ છે. ત્યાં, હુમલામાં 140થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.


Google NewsGoogle News