Get The App

'જો ત્રણેય પાર્ટીઓએ એકસાથે ચૂંટણી લડી હોત તો ભાજપ ન જીત્યું હોત', રાહુલ ગાંધીએ દિગ્ગજ પાર્ટીને ટોણો માર્યો

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
'જો ત્રણેય પાર્ટીઓએ એકસાથે ચૂંટણી લડી હોત તો ભાજપ ન જીત્યું હોત', રાહુલ ગાંધીએ દિગ્ગજ પાર્ટીને ટોણો માર્યો 1 - image


Rahul Gandhi Raebareli Visit: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુરૂવારે (20 ફેબ્રુઆરી) રાયબરેલીની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. અહીં દલિત વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન તેમણે માયાવતીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ મૂળ ભારતી હોસ્ટેલમાં કહ્યું, 'મારો સવાલ છે કે, માયાવતી આજ સુધી કોઈ ચૂંટણી બરાબર રીતે કેમ નથી લડ્યાં? અમે ઈચ્છીએ છીએ કે તે ભાજપના વિરોધમાં મારી સાથે ચૂંટણી લડે. જો ત્રણેય પાર્ટી એક સાથે થઈ જાય છે તો ભાજપ ક્યારેય ચૂંટણી ન જીતી નહીં શકે.'

માયાવતી ભાજપની બી-ટીમ

લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, માયાવતી ભાજપની બી-ટીમ બનીને કામ કરી રહ્યાં છે. દેશના બંધારણમાં દલિતોના યોગદાનનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ડૉ. બી.આર આંબેડકર પાસે સુવિધાનો અભાવ હતો, તેમ છતાં તેમણે સંપૂર્ણ રાજકીય વ્યવસ્થાને હચમચાવી દીધી હતી.' આ સિવાય રાહુલ ગાંધીએ દેશની ટોપ 500માં સામેલ અમુક ટોચની ખાનગી કંપનીના નામ લેતા રાહુલ ગાંધીએ યુવાનોને પુછ્યું કે, આમાથી કેટલી કંપનીના પ્રમુખ દલિત છે? 

આ પણ વાંચોઃ 'DyCMની ગાડીને બોમ્બથી ઉડાવી દઈશ...', એકનાથ શિંદેને મળી જાનથી મારી નાખવાની ધમકી

આખીય વ્યવસ્થા દલિત વિરોધી છે

કોંગ્રેસ સાંસદે દાવો કર્યો કે, 'આખીય વ્યવસ્થા દલિત વિરોધી અને કોઈ નથી ઈચ્છતું કે દલિત આગળ વધે. આ વ્યવસ્થા તમારા પર દરરોજ હુમલો કરે છે અને અડધાથી વધુ વખત તો તમને જાણ પણ નથી થતી કે, તે કેવી રીતે તમારા પર હુમલો કરે છે. તમારે સમજવાની જરૂર છે કે, બંધારણની વિચારધારા જ તમારી વિચારધારા છે. હું તમને ગેરંટી સાથે કહી શકુ છું કે, જો આ દેશમાં દલિત ન હોત તો આ દેશને બંધારણ જ ન મળત.'

આ પણ વાંચોઃ ભાજપના નેતાઓને સંગમનું પાણી મોકલવું જોઈએ, તેનાથી જ સ્નાન કરો અને જમવાનું બનાવો', અખિલેશનો કટાક્ષ

રોજગાર મુદ્દે રાહુલ ગાંધીનો દાવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મેં 100 યુવાઓને પુછ્યું કે, તમે લોકો ભણી રહ્યાં છો... જણાવો કે તમારામાંથી કેટલાં લોકોને નોકરી મળશે? તેમાંથી ફક્ત એક છોકરાએ હાથ ઊંચો કર્યો બાકીના લોકો કંઈ ન બોલ્યા. 99 ટકા યુવાઓએ સ્વીકાર કર્યો કે, આજના ઉત્તર પ્રદેશમાં, આજના હિન્દુસ્તાનમાં તેમને રોજગારી નહીં મળે.'



Google NewsGoogle News