જેડીયુનો તોડ શોધવા રાહુલ ગાંધીએ રમ્યો નવો દાવ, નીતીશ કુમારના જવાથી પણ નહીં પડે સરકાર!
જીતનરામ માંઝીની પાર્ટી HAM પાસે હાલમાં 4 ધારાસભ્યો છે
image : Twitter |
Bihar Politics News | બિહારમાં દરેક ક્ષણે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને HAMના વડા જીતન રામ માંઝી સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફોન પર વાતચીત કરી હતી. રાહુલે માંઝીને I.N.D.I.A ગઠબંધનમાં સામેલ થવા આમંત્રણ આપી દીધું છે. સૂત્રોની માનીએ તો ભૂપેશ બઘેલ પણ હવે માંઝી સાથે મુલાકાત કરી શકે છે.
આરજેડીની નૈયા લગાવશે પાર!
જીતન રામ માંઝી માટે એવું કહેવાઈ રહ્યું છે કે તે આરજેડીની નૈયા પાર લગાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને તે એનડીએ માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે જીતનરામ માંઝીની પાર્ટી HAM પાસે ચાર ધારાસભ્યો છે. જો આરજેડી આ પાર્ટીને પોતાની તરફેણમાં કરી લેશે તો મહાગઠબંધન 118 ધારાસભ્યોનો આંકડો સ્પર્શી જશે.
શું છે રાહુલ ગાંધી અને મહાગઠબંધનનું ગણિત?
માહિતી અનુસાર હાલમાં આરજેડી પાસે 79, કોંગ્રેસ પાસે 19 અને ડાબેરીઓ પાસે 16 ધારાસભ્યો છે. જો AIMIMનો એક અને એક અપક્ષ ધારાસભ્યો પણ મહાગઠબંધનને ટેકો જાહેર કરી દે તો આ આંકડો HAMના 4 ધારાસભ્યોના ટેકા સાથે 120 સુધી પહોંચી જશે. જોકે સરકાર બનાવવા માટે વધુ 2 ધારાસભ્યોની જરૂર પડશે. જોકે જીતનરામ માંઝી કહી ચૂક્યા છે કે રાજકારણમાં કોઈ કોઇનો શત્રુ કે મિત્ર નથી.