શું કહે છે બંધારણની આર્ટિકલ 25? જેને રાહુલ ગાંધી વિરુદ્ધ હથિયાર બનાવી શકે છે ભાજપ
Parliament Session News: 18મી લોકસભાના પ્રથમ સત્રના છઠ્ઠા દિવસે ગૃહમાં ખૂબ જ કકળાટ થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન શિવ, હિંદુ અને હિંદુત્વને લઇને ભાજપ પર આક્રમણ કર્યો હતો. આ મુદ્દે સત્તાપક્ષના નેતાઓએ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. ઝારખંડમાં ગોડ્ડાથી સાંસદ નિશિકાંત દુબે (NishiKant Dube)એ રાહુલ ગાંધીના નિવેદન પર આકરી ટીકા કરતા આર્ટિકલ 25નો ઉલ્લેખ પણ કર્યો હતો. ચાલો જાણીએ શું છે આ આર્ટિકલ 25 જેનો ઉપયોગ ભાજપ રાહુલ ગાંધીને ઘેરવા કરી શકે છે.
ધર્મની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની ગેરંટી
ભારતીય બંધારણનો આર્ટિકલ 25 ધર્મની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની ગેરંટી આપે છે. આમાં ધર્મને માનવા, તેનો પાલન કરવા અને તેનો પ્રચાર કરવા અંગેની સ્વતંત્રતાથી સંબંધિત વિભિન્ન પાસાઓ સામેલ છે. આ આર્ટિકલ મુજબ, ધર્મની સ્વતંત્રતા જાહેર હુકમ, નિતિશાસ્ત્ર અને સ્વાસ્થ્યના સંબંધિત લગાવેલા યોગ્ય પ્રતિબંધોને આધીન છે. આનો અર્થ એ છે કે, વ્યક્તિને પોતાના ધર્મનો પાલન કરવાનો અધિકાર છે, પરંતુ તેનાથી સમાજની સદ્ભાવનામાં બાધા ન આવવી જોઇએ અથવા બીજાની ભલાઇનો ઉલ્લંઘન ન થવો જોઇએ.
ધાર્મિક પ્રથાઓ અને ધર્મનિરપેક્ષ ગતિવિધિ વચ્ચે ફર્ક
આર્ટિકલ 25 ધાર્મિક પ્રથાઓ અને ધાર્મિક સંસ્થાઓથી જોડાયેલી ધર્મનિરપેક્ષ ગતિવિધિઓ વચ્ચે અંતર કરે છે. રાજ્યની પાસે ધર્મનિરપેક્ષ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર છે. જે ધાર્મિક પ્રથાઓથી જોડાયેલી હોઇ શકે છે. જેમ કે, સામાજીક સુધારો, આર્થીક ગતિવિધિઓ અને ધર્મના મૂળ પાસાઓ સંબંધિત અન્ય ગતિવિધિઓ.
ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર
આ આર્ટિકલમાં ધાર્મિક સંસ્થાઓની સ્થાપના અને જાળવણી સહિત તેમની પોતાની ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો ધાર્મિક સંપ્રદાયો અથવા તેના કોઈપણ વિભાગના અધિકારનો પણ સમાવેશ થાય છે. જ્યાં સુધી તેઓ અન્ય કોઈ કાયદા કે જાહેર વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા નથી.
શું રાહુલ ગાંધી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે?
નિશિકાંત દુબેએ બંધારણની કલમ 25નો હવાલો આપીને રાહુલ ગાંધીને ઘેર્યા છે. વિપક્ષ, કોંગ્રેસ કે રાહુલ ગાંધી દ્વારા હિંદુત્વને લગતા કોઈપણ નિવેદનને ભાજપ ચોક્કસપણે મુદ્દો બનાવે છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે ભાજપ રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનને વ્યર્થ જવા દેશે નહીં. સંભવ છે કે પાર્ટીના નેતા કલમ 25ના ઉલ્લંઘનને ટાંકીને વિપક્ષ સામે કાર્યવાહીની માંગ કરી શકે છે.