તેલંગાણા પર માત્ર એક જ પરિવાર શાસન કરે છે: રાહુલ ગાંધી
નવી દિલ્હી,તા. 19 ઓક્ટોબર 2023, ગુરુવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેલંગાણામાં પાર્ટીના ચૂંટણી પ્રચારને આગળ વધારી રહ્યા છે. તેલંગાણાના ભૂપાલપલ્લીથી પન્નુર ગામ સુધી કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપ, બીઆરએસ અને એઆઈએમઆઈએમ પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ BJP, ઈએ અને AIMIN પર નિશાન સાધતા કહ્યું કે, મુખ્યમંત્રી કેસીઆર ચૂંટણી હારી જવાના છે. આ લડાઈ રાજા અને પ્રજા વચ્ચેની લડાઈ છે. તમે તેલંગાણામાં લોકોનું શાસન ઈચ્છતા હતા પરંતુ અહીં માત્ર એક જ પરિવારનું શાસન થઇ ગયુ છે.
રેલીને સંબોધતા રાહુલે કહ્યું કે, દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર તેલંગાણામાં છે. તેલંગાણા પર માત્ર એક જ પરિવાર શાસન કરે છે. મુખ્યમંત્રીને જનતા સાથે કોઈ લેવાદેવા નથી.
આ સિવાય ભાજપ, BRS અને AIMIN, ત્રણેય મળેલા છે. દેશમાં હાલ EDને લઈને ભારે રાજનીતિ ચાલી રહી છે. CBI કે ED તેલંગાણાના મુખ્યમંત્રીની પાછળ કેમ નથી પડતા?