Get The App

‘મોદીજી, તમને આ 5 કરોડ ટેમ્પોમાં કોણે મોકલ્યા?’ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
‘મોદીજી, તમને આ 5 કરોડ ટેમ્પોમાં કોણે મોકલ્યા?’ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર 1 - image


Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે. જો કે તેના એક દિવસ પહેલા ‘કેશ ફૉર વોટ’નો મામલો ઉછળતા રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે (Vinod Tawde) પર પૈસા વહેંચવા મુદ્દે ચૂંટણી પંચે FIR નોંધાવી છે. આ સાથે વિપક્ષો પણ આક્રમક મૂડમાં આવી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા સવાલ કર્યો છે કે, ‘મોદીજી આ પાંચ કરોડ તમે કોના SAFE માંથી કાઢ્યા છે? પ્રજાના પૈસા લૂંટીને તમને કોણે ટેમ્પોમાં મોકલ્યા છે? ’

‘મોદીજી, તમને આ 5 કરોડ ટેમ્પોમાં કોણે મોકલ્યા?’ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર 2 - image

રાહુલ ગાંધીએ તાવડે મુદ્દે પીએમ મોદી પર સાધ્યું નિશાન

તાવડેનો મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ ભાજપ (BJP)ને ઘેરવાનું શરૂ કરી દીધું છે. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ X પર લખ્યું છે કે, ‘મોદીજી, આ પાંચ કરોડ રૂપિયા કોના SAFEમાંથી નીકળ્યા છે? જનતાના પૈસા કોણે લૂંટીને તમને ટેમ્પોમાં મોકલ્યા?’

નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ‘અદાણી-અંબાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરીને કાળું નાણું મોકલ્યું છે.’ આ નિવેદન પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ ભાજપ પર સતત કટાક્ષ કરી રહ્યા છે.

‘મોદીજી, તમને આ 5 કરોડ ટેમ્પોમાં કોણે મોકલ્યા?’ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર 3 - image

ખડગેએ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે પ્રતિક્રિયા આપી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે પ્રતિક્રિયા આપી X પર લખ્યું છે કે, ‘મોદીજી મહારાષ્ટ્રને મની પાવર અને મસલ્સ પાવરથી સેફ બનાવવા માંગે છે. એક તરફ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પર જીવલેણ હુમલો થાય છે. બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા પાંચ કરોડ રોકડ સાથે રંગે હાથ પકડાઈ ગયા છે. મહારાષ્ટ્રની આવી વિચારધારા નથી. જનતા આવતીકાલે મતદાનથી આનો જવાબ આપશે.’

‘મોદીજી, તમને આ 5 કરોડ ટેમ્પોમાં કોણે મોકલ્યા?’ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર 4 - image

તાવડેની તુરંત ધરપકડ કરવામાં આવે: કોંગ્રેસ 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આવતીકાલે મતદાન થવાનું છે અને તેના એક દિવસ પહેલા બહુજન વિકાસ આઘાડી (Bahujan Vikas Aaghadi)એ ભાજપના દિગ્ગજ નેતા વિનોદ તાવડે પર નાણાં વહેંચવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે કોંગ્રેસ (Congress)ના મહા સચિવ કે.સી.વેણુગોપાલે (K. C. Venugopal) કહ્યું કે, ‘તાવડે ભાજપના મહાસચિવ છે અને ચૂંટણી પંચ (Election Commission of India) તેમના વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરી રહી નથી. મારો સવાલ છે કે, તેઓ રંગે હાથ પકડાઈ ગયા છે, સ્પષ્ટ પુરાવા છે, ત્યારે આ મામલે ચૂંટણી પંચે શું કાર્યવાહી કરી ? કાયદો તમામ પર લાગુ થવો જોઈએ. અમારી અપીલ છે કે, તેમની ધરપકડ કરવામાં આવે.’

‘મોદીજી, તમને આ 5 કરોડ ટેમ્પોમાં કોણે મોકલ્યા?’ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર 5 - image

તાવડેની બેગમાંથી નાણાં મળ્યા, દેશમુખ પર હુમલો થયો, તપાસ કરો: ઉદ્ધવ

આ તમામ હોબાળા વચ્ચે શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું પણ નિવેદન સામે આવ્યું છે. ઠાકરેએ કહ્યું, હું જ્યારે માતા તુલજા ભવાનીના દર્શન માટે આવી રહ્યો હતો, ત્યારે મારો બેગ ચૂંટણી પંચના અધિકારીઓએ ચેક કરી. જો કે તેમને કંઈ મળ્યું નહીં. હવે ખબર પડી રહી છે કે, તાવડેની બેગમાંથી પૈસા મળી રહ્યા છે. કાલે પણ અનિલ દેશમુખ પર જે પ્રકારે હુમલો થયો, તેના પથ્થર ક્યાંથી આવ્યા તેની તપાસ કરવી જોઈતી હતી. હું માતા તુલજા ભવાનીને પ્રાર્થના કરૂં છું કે, આ ભ્રષ્ટ સરકારને રાજ્યમાંથી ખતમ કરવામાં આવે. 

‘મોદીજી, તમને આ 5 કરોડ ટેમ્પોમાં કોણે મોકલ્યા?’ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર 6 - image

તાવડેએ શું કહ્યું?

તાવડેએ પોતાના બચાવમાં કહ્યું કે, ‘હું બુથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો. તેઓ તેમના કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ મશીનો કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા માટે બેઠકમાં આવ્યા હતા. આ દરમિયાન અમારા વિરોધ પક્ષના કાર્યકરોને લાગ્યું કે પૈસાની વહેંચણી થઈ રહી છે. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. સત્ય બધા જાણે છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. હોટલમાં સીસીટીવી ફૂટેજ છે. તપાસ થશે તો બધું સ્પષ્ટ થઈ જશે.’

‘મોદીજી, તમને આ 5 કરોડ ટેમ્પોમાં કોણે મોકલ્યા?’ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર 7 - image

પુરાવા હોય તો ચૂંટણી પંચ પાસે જાવઃ અમિત માલવિયા

આ ઘટના પર ભાજપ IT સેલનાસ પ્રમુખ અમિત માલવિયા (Amit Malviya)નું નિવેદન સામે આવ્યું છે. માલવિયાએ કહ્યું કે, જો વિપક્ષ પાસે કોઈ પૂરાવા છે તો ચૂંટણી પંચ પાસે જવું જોઈએ. ચૂંટણીના 24 કલાક પહેલાં નેતા પોતાનું બુથ મેનેજમેન્ટ જુએ છે. આવા ડ્રામા હારનારા નેતા કરે છે, જે હાલ નાલાસોપારામાં થઈ રહ્યો છે. આ હોટલમાં સંગઠનની બેઠક ચાલતી હતી. 

‘મોદીજી, તમને આ 5 કરોડ ટેમ્પોમાં કોણે મોકલ્યા?’ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર 8 - image

'કેશ ફોર વોટ' મુદ્દે ભાજપનો જવાબ

ભાજપે ‘કેશ ફૉર વોટ’ મામલે જવાબ આપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi)એ કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી દ્વારા ચૂંટણીની અંતિમઘડીએ ખોટા પ્રયાસના રૂપમાં પાયાવિહોણા આરોપ લગાવાયા છે. તાવડે અમારા રાષ્ટ્રીય મહાસચિવ છે અને પાર્ટીના ઘણા કાર્યો જોઈ રહ્યા છે. નાલ્લાસોપારા મતવિસ્તારના ઉમેદવારે તેમને બેઠકમાં હાજરી આપવા કહ્યું હતું, જેથી તેઓ ત્યાંથી પસાર થઈ હોવાથી બેઠકમાં ગયા હતા. આવી બેઠકો પાર્ટીના કાર્યકરોને મતદાન પ્રક્રિયા અંગે સૂચના આપવા માટે યોજાય છે. અમે વિનંતી કરીએ છીએ કે, હોટલ અને આસપાસના વિસ્તારોના CCTV ચેક કરવામાં આવે. પાંચ કરોડ રૂપિયા ખિસ્સામાં ભરી શકતા નથી. જો કોઈ તેને લઈ જતું હોય તો તે દેખાશે. તેઓએ પુરાવા દર્શાવવા જોઈએ અને પાયાવિહોણા આરોપો ન કરવા જોઈએ.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કેશ ફોર વોટ કાંડઃ ભાજપ નેતા વિનોદ તાવડે સામે ચૂંટણી પંચે નોંધાવી FIR, મતદારોને ખરીદવાનો આરોપ

આ પણ વાંચો : મહારાષ્ટ્ર: ભાજપ નેતા વિનોદ તાવડે પર 5 કરોડ વહેંચવાનો આરોપ, વિપક્ષ ચૂંટણી પંચ સામે આક્રમક


Google NewsGoogle News